સરખેજમાં કોર્પોરેશનની બુલડોઝર કાર્યવાહી

અમદાવાદમાં આવેલ સરખેજ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા 16 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણોના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થતો હતો, જેને પગલે મનપાએ કડક પગલાં લીધા છે.
તાજેતરમાં કોર્પોરેશન દ્વારા જુહાપુરામાં મોટાભાગના ગેરકાયદેસર બાંધકામો દૂક કર્યા હતા, પરતું હજી પણ મોટાભાગના લોકોએ મોટા મોટા ગેરકાયદેસર બાંધકામ કરી રાખ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું છે. સરખેજમાં 120 મીટર લાંબા રોડ પર થયેલા કુલ 16 ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. રસ્તા પર થયેલા આ દબાણોના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થતો હતો, જેને પગલે મનપાએ કડક પગલાં લીધા છે. આ દબાણ હટાવવાની કામગીરી માટે 1 જેસીબી અને 12 મજૂરોની ટીમને કામે લગાડવામાં આવી હતી.
સરખેજમાં આ સફળ ઓપરેશન બાદ મનપાનું ધ્યાન હવે ‘દત્ત કોરિડોર’ની યોજના પર કેન્દ્રિત થયું છે. આ કોરિડોરનો વિકાસ શહેરના માળખાકીય સુધારા માટે એક મહત્વનું પગલું સાબિત થશે, જે લાંબા ગાળે શહેરની સુંદરતા અને સુગમતામાં વધારો કરશે.
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં સરખેજ, જુહાપુરામાંથી એક મસમોટો ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે જેથી તેના માટે રસ્તા પર જેટલા પણ ગેરકાયદે બાંધકામ બંધાયેલા છે તે તમામ ને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલા રસ્તા પર આવેલ બે દરગાહ અને મંદિરને તોડી પાડી રસ્તો પહોળો કર્યો હતો.












