આ કંપનીઓમાં મળશે નોકરી તો સમજો ચાંદી જ ચાંદી, જાણો આ યાદીમાં કઇ કંપનીઓ છે સામેલ?

નવી દિલ્હી, 24 જુલાઇ, 2025: the companies where you should get job ટાટા ગ્રુપ, ગૂગલ ઇન્ડિયા અને ઇન્ફોસિસ આ ત્રણ ભારતની સૌથી શ્રેષ્ઠ રોજગારદાતા તરીકે ઉભરી આવી છે. રેંડસ્ટેડ બ્રાંડ રિસર્ચ (REBR) 2025ના રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. રિપોર્ટના અનુસાર ભારતના યુવાનો હેતુ-સંચાલિત રોજગાર વિકલ્પોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે, જેમાં કાર્ય-જીવન સંતુલન, બધા કર્મચારીઓ સાથે સમાન વર્તન, સારો પગાર અને અન્ય લાભોનો સમાવેશ થાય છે.
સૌથી આગળ છે ટાટા ગ્રુપ
સર્વેના અનુસાર ટાટા ગ્રુપ ફક્ત નાણાંકીય તંદુરસ્તીના મામલે જ નહી પરંતુ કારકીર્દીને આગળ ધપાવવા માટે આપવામાં આવતી તકો અને પોતાની બ્રાંડની ઓળકને લઇને ઘણું સારુ પરફોર્મ કર્યુ છે. ચાલુ વર્ષે ગૂગલ ઇન્ડિય રેન્કિંગમાં ઉપર આવતા બીજા સ્થાને રહી છે, જ્યારે ઇન્ફોસિસ ત્રીજા સ્થાને છે.
યાદીમાં આ કંપનીઓ પણ છે સામેલ
વર્ષ 2025 માટે દેશની ટોચની 10 રોજગારદાતા બ્રાન્ડ્સમાં સેમસંગ ઇન્ડિયા (ચોથું સ્થાન), જેપી મોર્ગન ચેઝ (પાંચમું સ્થાન), આઇબીએમ (છઠ્ઠું સ્થાન), વિપ્રો (સાતમું સ્થાન), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આઠમું સ્થાન), ડેલ ટેક્નોલોજીસ લિમિટેડ (નવમું સ્થાન) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (દસમું સ્થાન)નો સમાવેશ થાય છે.
ફક્ત સારો પગાર પૂરતો નથી
ટોચના 10 રોજગારદાતા બ્રાન્ડ્સની યાદીમાં SBI એકમાત્ર જાહેર ક્ષેત્રની બેંક છે. આ અહેવાલ તૈયાર કરવા માટે, 34 બજારોમાં 1,70,000થી વધુ લોકોનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો, જેમાં ભારતના 3,500થી વધુ ઉત્તરદાતાઓનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે આજના યુવાનો માટે, માત્ર સારો પગાર જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેમની પાસે પગાર કરતાં ઘણી વધુ અપેક્ષાઓ છે. તેઓ કામ કરવા માટે એવી જગ્યાઓને પ્રાથમિકતા આપી રહ્યા છે, જ્યાં વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને વિકાસ થાય છે.
AIનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે
રિપોર્ટ મુજબ, 2025ના પહેલા ભાગમાં 47 ટકા યુવાનોએ નોકરી બદલવાની યોજના બનાવી હતી. આમાં, જનરેશન Z (51 ટકા) અને મિલેનીયલ્સ (50 ટકા) બંનેએ નોકરીદાતા બદલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, AIનો ઉપયોગ જે ગતિએ વધી રહ્યો છે, લોકોએ તેનો વધુને વધુ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
ભારતમાં 61 ટકા કર્મચારીઓએ હવે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મિલેનીયલ્સ તેના સૌથી સક્રિય વપરાશકર્તાઓ છે, જેમની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો થયો છે. 38 ટકા કર્મચારીઓ માને છે કે AI તેમના કામ પર ઊંડી અસર કરે છે.












