ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

પત્નીએ ગિફ્ટમાં આપેલી થારમાં જ પતિએ કરી હત્યા, અદીલા કેસમાં ચોંકાવનારો ખુલાસો

Husband Kills Wife in Thar: ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં 23 વર્ષની અદીલા રહેમાનની ગુમશુદગીનો કેસ હવે હત્યાના ગંભીર ગુનામાં ફેરવાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અદીલાની હત્યા તેના જ પતિ ગુલફામ અલીએ કરી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અદીલાએ પતિને ભેટમાં આપેલી થાર SUVમાં જ તેને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અaનુસાર અદીલા 25 જૂને પોતાના પરિવારને હૈદરાબાદમાં એલએલબીની પરીક્ષા આપવા જવાની વાત કહીને ઘરેથી નીકળી હતી. ત્યારબાદ 29 જૂને દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ તેનો મોબાઇલ બંધ થઈ ગયો હતો અને પરિવારનો તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો.

પરિવારે ઘણી શોધખોળ કર્યા બાદ પણ કોઈ માહિતી ન મળતાં 18 જુલાઈએ મોરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસને શંકા ગુલફામ અલી પર ગઈ, જે તે સમયે અન્ય એક કેસમાં રામપુર જેલમાં બંધ હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રેમલગ્ન બાદ શરૂ થયા હતા વિવાદ

પોલીસ પૂછપરછ દરમિયાન ગુલફામ અલીએ કબૂલાત કરી હતી કે તેણે આ વર્ષે એપ્રિલમાં અજમેર શરીફમાં અદીલા સાથે નિકાહ કર્યા હતા. લગ્ન બાદ બંને નોઈડામાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. અદીલા જ તેના તમામ ખર્ચ ઉઠાવતી હતી અને તેણે જ ગુલફામને થાર કાર ભેટમાં આપી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે અદીલા ઇચ્છતી હતી કે ગુલફામ પોતાના પરિવાર સાથેના સંબંધો તોડી નાખે. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

કારમાં ગોળી મારી હત્યા કરી

29 જૂને બંને વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે જણાવ્યું કે દિલ્હી-લખનૌ હાઈવે નજીક જૂના ટોલ પ્લાઝા પાસે ગુલફામે દેશી હથિયારથી અદીલાના માથામાં ગોળી મારી હતી. ત્યારબાદ મૃતદેહને કારમાં લઈ ઉત્તરાખંડના રૂડકી નજીક આવેલી નહેરમાં ફેંકી દીધો હતો.

ગુનો કર્યા બાદ ગુલફામ પોલીસથી બચવા માટે અગાઉના એક કેસમાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરીને જેલમાં ચાલ્યો ગયો હતો.

અજાણ્યા મૃતદેહ તરીકે અંતિમ સંસ્કાર

4 જુલાઈએ રૂડકીના મંગલૌર વિસ્તારમાં નહેરમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે ઓળખ માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ 72 કલાક સુધી કોઈ ઓળખ ન થતાં નિયમ મુજબ તેને લાવારિસ મૃતદેહ તરીકે અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

હવે ગુલફામની કબૂલાત બાદ પોલીસે સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડીને કેસની વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓ પુરાવાઓ એકત્ર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહ્યા છે.

Back to top button