
National News : દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપક દ્વારા દાખલ કરાયેલી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે, જેમાં પાર્ટીના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ બ્લોક કરવાને પડકારવામાં આવ્યો છે. કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની સમીક્ષા સમિતિને પણ આ મામલાની ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમાર કૌરની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના જવાબ પછી અરજદારની દલીલો પર વિગતવાર વિચારણા કરવામાં આવશે. કોર્ટે કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પક્ષકારોને સાંભળ્યા વિના X એકાઉન્ટ બ્લોક કરવું અનુચિત
સુનાવણી દરમિયાન, અભિજીત દિપકનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે દલીલ કરી હતી કે, પક્ષકારોને સાંભળ્યા વિના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવું અનુચિત છે. તેમણે દલીલ કરી હતી કે એકાઉન્ટ બ્લોક કરતા પહેલા અરજદારને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવી જોઈતી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બીજી બાજુ, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વધારાના સોલિસિટર જનરલે આ દલીલોનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે જણાવ્યું કે, પ્રતિ-સોગંદનામા મળ્યા પછી તમામ પક્ષકારોની દલીલો ધ્યાનમાં લેવામાં આવશે.
દર બે મહિને કરવામાં આવે છે સમીક્ષા
સુનાવણી દરમિયાન, કોર્ટે IT નિયમોના નિયમ 14નો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, આ નિયમ હેઠળ, મંત્રાલયની સમીક્ષા સમિતિ દર બે મહિને મળે છે અને જો તેને લાગે કે બ્લોક કરવાનો આદેશ વાજબી નથી, તો તે તેને રદ કરવા અને એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરી શકે છે. હાઈકોર્ટે સમીક્ષા સમિતિને આગામી સુનાવણી પહેલાં અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પાસાઓની તપાસ કરવા અને તેનો નિર્ણય રેકોર્ડ કરવાનો નિર્દેશ આપ્યો.
અભિજીત દીપક વર્ચ્યુઅલી હાજર થયા
કોર્ટે અભિજીત દીપકને વર્ચ્યુઅલી હાજર રહેવાની પણ મંજૂરી આપી. તેણે એમ પણ કહ્યું કે જો તે પ્રતિનિધિને અધિકૃત કરવા માંગે છે, તો સમીક્ષા સમિતિ આ વિનંતી પર વિચાર કરી શકે છે. આ કેસમાં આગામી સુનાવણી હવે કેન્દ્ર સરકારના પ્રતિભાવ અને સમીક્ષા સમિતિના અહેવાલ પછી થશે.
આ પણ વાંચો : ભારતની મેજર અભિલાષા બરાકને મળશે UNનું મોટું સન્માન, 2 શહીદ જવાનોને પણ અપાશે સર્વોચ્ચ મેડલ












