ગુજરાતટ્રેન્ડિંગનેશનલયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

તમે ખરેખર કેટલી ઊંઘ લો છો? ઊંઘમાં વારંવારની ખલેલ તમારા માટે કેટલી જોખમી છે? શું કહે છે નિષ્ણાતો?

  •  ઊંઘમાં વારંવાર ખલેલ પાર્કિન્સન રોગની જોખમ 37%, ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 36% અને તીવ્ર કિડની રોગનું જોખમ 22% વધારી શકે છે

HD News, 30 જુલાઈ, 2025ઃ How dangerous is frequent sleep disruption for you શું તમે જાણો છો કે, વધારે પડતી ઊંઘ લેવાથી કેટલા ગંભીર રોગના ભોગ બની શકો છો જાણો છો? સંશોધકો માનવજીવનને લગતા અનેક પ્રકારનાં સંશોધન કર્યા કરે છે. જોકે એ વાત અલગ છે કે દરેક પ્રકારના સંશોધનનાં તારણો અલગ અલગ સમયે અલગ અલગ હોય છે. હવે આ સંશોધકોએ આપણી ઊંઘના સમયગાળા વિશે કંઈક નવું સંશોધન કર્યું છે.

પૂરતી ઊંઘ લેવી એકંદર આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. પૂરતી ઊંઘ લેવી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વની છે. અગાઉના અભ્યાસોમાં ચેતવણી આપવામાં આવી હતી કે વધુ પડતી ઊંઘ હૃદય રોગ, ડિપ્રેશન અને અકાળે મૃત્યુ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જોકે, એક નવા અભ્યાસે આ ધારણાઓને ખોટી સાબિત કરી છે.

જે વેદની રક્ષા કરે છે વેદ તેમની રક્ષા કરે છે, હાઈકોર્ટ જજે સંભળાવ્યો કિસ્સો

આવો જાણીએ કે સંશોધકોએ શું શોધ્યું અને ઊંઘ અને આરોગ્ય વિશે આપણે આપણો દૃષ્ટિકોણ કેમ બદલવો જોઈએ?

આ “નવા” અભ્યાસનાં તારણો હેલ્થ ડેટા સાયન્સમાં પ્રકાશિત થયા છે. હવે નવાં તારણ મુજબ ઊંઘમાં થતી વારંવારની ખલેલ 171 રોગનું કારણ બની શકે છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વધુ પડતી ઊંઘ નહીં, પરંતુ ઊંઘની માહિતીની ખોટી રજૂઆત એ મુખ્ય સમસ્યા હોઈ શકે છે. જેમણે આઠ કલાકથી વધુ ઊંઘ લેવાનો દાવો કર્યો હતો તેઓ વાસ્તવમાં છ કલાકથી ઓછી ઊંઘ લેતા હતા. આ “ખોટા લાંબા ઊંઘનારાઓ” ને કારણે અગાઉના અભ્યાસોમાં જે મોટાભાગે સ્વ-જાહેર કરેલી ઊંઘની માહિતી પર આધારિત હતા, ઊંઘ અને આરોગ્ય વચ્ચે ખોટો સંબંધ દર્શાવવામાં આવ્યો હતો.

90,000 લોકોની ઊંઘની પેટર્નનો અભ્યાસ

ચીનની થર્ડ મિલિટરી મેડિકલ યુનિવર્સિટીના ડૉ. કિંગ ચેનના નેતૃત્વ હેઠળની ટીમે સાત વર્ષથી વધુ સમય સુધી લગભગ 90,000 પુખ્ત વયનવયના લોકોની ઊંઘનું નિરીક્ષણ કર્યું. આ સમયગાળા દરમિયાન અભ્યાસમાં ભાગ લેનારાઓને ફિટનેસ ટ્રેકર્સ આપવામાં આવ્યા હતા, જેના દ્વારા તેમની ઊંઘની પેટર્નનો સચોટ ડેટા મળ્યો. આનાથી સંશોધકોને તેમના લાંબા ગાળાના આરોગ્યનું નજીકથી નિરીક્ષણ કરવાની તક મળી.

એક્સેલેરોમીટર્સથી ઊંઘનું નિરીક્ષણ

સંશોધકોએ યુકે બાયોબેંકના એક્સેલેરોમીટર્સનો ઉપયોગ કરીને નીચેની માહિતી મેળવી, જે અનુસારઃ

રાત્રિની ઊંઘનો સમયગાળો અને શરૂઆતનો સમય
ઊંઘનો લય (સંબંધિત આંપ્લિટ્યૂડ અને આંતરદૈનિક સ્થિરતા)
ઊંઘમાં ખલેલ (ઊંઘની કાર્યક્ષમતા અને જાગવાની સંખ્યા)

અભ્યાસમાં જણાવાયું છે કે, “યુકે બાયોબેંકમાં અમે જોયું કે લગભગ ચોથા ભાગના પોતે જાહેર કરેલા લાંબા સમયની ઊંઘ લેનારા વાસ્તવમાં છ કલાકથી વધુ ઊંઘતા ન હતા. ઊંઘનાં લક્ષણો, ખાસ કરીને ઊંઘનો સમયગાળાની સ્વ-જાહેર માહિતીમાં લાંબા સમયથી નિરંતર ભૂલ હોવાની શંકા હતી.”

ફાસ્ટ વજન ઘટાડવાના ચક્કરમાં જો ક્રેશ ડાયેટિંગ કરતા હો તો ચેતી જજો, આ છે નુકસાન

પરિણામો

સાડા છ વર્ષ કરતાં વધુ સમયના ફોલો-અપ પછી ડેટા દ્વારા એ નિષ્કર્ષ નીકળ્યો કે અનિયમિત શેડ્યૂલ, નબળી સુસંગતતા અને વારંવારની ખલેલ વચ્ચે થતો આરામ 172 રોગો સાથે સંકળાયેલા હતા, જેમાં મુખ્ય ક્રોનિક રોગોનો સમાવેશ થાય છે. વિક્ષેપિત ઊંઘનો લય પાર્કિન્સન રોગનું જોખમ 37%, ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 36% અને તીવ્ર કિડની રોગનું જોખમ 22% વધારે દે છે. અત્યંત ખલેલ વચ્ચે ઊંઘનો લય ધરાવતા વ્યક્તિઓને વય-સંબંધિત નબળાઈના ત્રણ ગણા જોખમ અને ગેંગરીન (જ્યાં રક્ત પુરવઠાના અભાવે શરીરના પેશીઓ મરી જાય છે) થવાના બમણા જોખમની ચેતવણી આપવામાં આવી હતી.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button