ટોપ ન્યૂઝનેશનલ

અદાણીના 2010 માં અટકેલાં પ્રોજેક્ટની શરૂઆત 2014થી કેવી રીતે થઈ? જાણો સમગ્ર વિગત

અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોને લઈને ગણા દિવસોથી સડકથી લઈ સંસદ સુધી વિવાદોનું વંટોળ ઊભું થયું હતું ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ વિવાદને ભાજપ સાથે કઈ લેવા દેવા નથી. પણ વિવાદ કેમ થયો એ પણ સમજવું જરૂરી છે. આ વિવાદની શરૂઆત આમ તો ગણા વર્ષો અગાઉ શરૂ થઈ હતી પણ તે સમયે વિવાદ સીમિત હતો.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ BBCની ઓફિસને તાળું મારી દીધું હતું, આજે કોંગ્રેસ ‘અઘોષિત ઈમરજન્સી’ની બુમો પાડે છે!

વાત છે વર્ષ 2010 ની જ્યારે અદાણી પોતાના ઓસ્ટ્રેલીયામાં પ્રોજેક્ટની શરૂઆત કરવાની તૈયારીમાં હતા પણ સફળતા મળી ન હતી. ઓસ્ટ્રેલીયાના કેટલાક એક્ટિવિસ્ટ અને ત્યાંનાં કાયદા કાનૂનની કેટલીક અડચણોથી અદાણી તે સમયે જઝૂમી રહ્યા હતા અને પોતાના કોલ માઇનિંગનો પ્રોજેક્ટ શરૂ કરી શક્યા ન હતા. આ સમયે અદાણી એશિયાના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા અને તેઓ ઓસ્ટ્રેલિયામાં ઉગ્ર ટીકાઓનો સામનો કરી રહ્યા હતા.

વર્ષ 2014 માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને કોંગ્રસના શાસનનો અંત આવ્યો. 16-18 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં G-20 સમિટ દરમિયાન ઓસ્ટ્રેલીયાના તત્કાલીન વડાપ્રધાન અબોટ સાથે કોલ સંબંધિત કેટલાક પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યા હતા, સૂત્રોની વાત સાચી માનીએ તો અદાણીના અટકેલાં પ્રોજેક્ટની પણ શરૂઆત આ મિટિંગ બાદ થઈ ગઈ હતી. ત્યારબાદ ગૌતમ અદાણીને કવીસલૅન્ડની સૌથી મોટી કોલ માઇનિંગના પ્રોજેક્ટની શરૂઆત થઈ જે વર્ષ 2010 માં વિરોધોથી ઘેરાયેલ હતા.

આ પણ વાંચો : અદાણીની કંપનીઓમાં વધુ રોકાણ નહીં કરે વીમા કંપની, LIC ચેરમેનનું મોટું નિવેદન

ત્યારબાદ 21 મે 2022 માં ભારત સરકાર દ્વારા કોલની આયાત ડ્યૂટી માફ કરી દેવામાં આવી હતી અને અદાણીના કોલ માઇનિંગના કવીસલૅન્ડ પ્રોજેક્ટના કોલની સૌથી વધુ નિકાસ ભારત સહિત અન્ય દેશોમાં થવાની હતી. 4 જૂન 2022 એ સરકારે 13 મહિના સુધી 12 મિલિયન ટન કોલસાની આયાત કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કોલસાની આયાતની જરૂરિયાત એપ્રિલ 2022 માં વીજળીની અછતને પહોંચી વળવા માટે જાહેરાત કરવામાં આવી હતી. એપ્રિલ 2022 માં કોલસા સચિવ એ કે જૈને કહ્યું હતું કે કોવિડ 19 પછીની અર્થવ્યવસ્થામાં તેજી, ઉનાળાનું વહેલું આગમન, ગેસના ભાવમાં વધારો અને આયાતના કારણે વીજળીની માંગમાં વધારો જેવા અનેક પરિબળોને પાવર પ્લાન્ટમાં ઓછા કોલસાના સ્ટોકને જવાબદાર ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022 માં દેશના ઘણા વિસ્તારમાં કોલસાની અછતને લીધે વીજળી ગુલ થઈ હતી.

આ પણ વાંચો : ગૌતમ અદાણીને વધુ એક ફટકો હવે ફ્રાંસની કંપનીએ રોકાણ જ અટકાવી દીધું

ત્યારબાદ 6 જૂન 2022 ના રોજ NTPC એ અદાણી એન્ટરપરીઝીસને રૂપિયા 8,308 કરોડના 6.25 મિલિયન ટન કોલસાની આયાત કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સ્થાનિક કોલસાની અછતને પહોંચી વળવા 10 ટકા આયાતી કોલસાની જરૂરિયાત ઊભી થતાં આ પગલું ભરવામાં આવ્યું હતું. માર્ચ 2022 માં જ્યારે દેશમા કોલસાની કટોકટી ફાટી નીકળી હતી ત્યારે NTPC એ 5.75 મિલિયન ટન કોલસાની આયાત માટે પાંચ ટેન્ડર બહાર પડ્યા હતા અને તમામ અદાણી એન્ટરપરીઝીસને ગયા હતા જેની કુલ રકમ રૂ. 8,422 કરોડ હતી. આ આયાતી કૉલ્સમાં અદાણીને કોઈ ચાર્જ આપવાનો થયો નહિ પણ કોલસાની આયાત કરવાથી સામાન્ય નાગરિકો પર તેનો બોજો પડ્યો અને યુનિટ દીઠ 50-70 પૈસાનો વધારો થયો.

અહી સમજવાની વાત એટલી જ છે કે વર્ષ 2010 માં અદાણી જે પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયામાં વિરોધોનો સામનો કરી રહ્યા હતા તે પ્રોજેક્ટ વર્ષ 2014 પછી ખૂબ જ સરળતાથી ચાલી રહ્યો છે અને ભારતમાં તેની આયાત કરવામાં આવે છે જેના પર કોઈ ટેક્સ પણ લેવામાં આવતો નથી.

Back to top button