ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

વડોદરા નજીક ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, હેડ કોન્સ્ટેબલનું મોત

Horrific accident :  સુરત જિલ્લા પોલીસ માટે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના પાદરા નજીક એક્સપ્રેસવે પર થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું કરુણ અવસાન થયું છે. આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, પાદરા નજીક એક્સપ્રેસવે પર એક કાર આગળ જતી એસ.ટી. બસ સાથે પાછળથી જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ દુર્ઘટનાએ માત્ર પોલીસ વિભાગ જ નહીં પરંતુ મૃતકના પરિવારને પણ ઊંડો આઘાત આપ્યો છે. જાણકારી મુજબ, મૃતકના પિતાનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું અને હવે પરિવારના મુખ્ય આધારરૂપ પુત્રના અચાનક નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના ફરી એકવાર માર્ગ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો : જાણો કોની પાસે છે સૌથી વધુ સોનું, યૂનાઈટેડ સ્ટેટ્સ છે ટોપ પર, ભારત પાસે છે આટલું સોનું

Back to top button