ટોપ ન્યૂઝનેશનલ

સિક્કિમના નાથુ લા સરહદી વિસ્તારમાં ભારે હિમપ્રપાત, 6 પ્રવાસીઓના મોત, 11 ઘાયલ

Text To Speech
  • સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં હિમપ્રપાત
  • આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત,11 ઘાયલ
  • ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા

સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં મંગળવારે ભારે હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

હિમસ્ખલન દરમિયાન 150 થી વધુ પ્રવાસીઓ આ વિસ્તારમાં હોવાના અહેવાલ છે. બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું.

હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : વિશ્વ બેંકે ભારતના ફુગાવાના દરના અનુમાનમાં ઘટાડો કર્યો

Back to top button