ગુજરાતમાં બાળે નાખે તેવી ગરમીનો રાઉન્ડ શરુ થશે, આ શહેરોમાં તો 43 ડિગ્રી તાપમાન

Gujarat heatwave alert: ગુજરાતમાં હાલ અસહ્ય તાપ અને ભયંકર ગરમી પડી રહી છે. રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. પશ્ચિમી ગરમ પવનોને કારણે હજુ તાપમાન વધવાની શક્યતા છે.
ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, રાજ્યમાં પશ્ચિમી પવનો ગરમ ફૂંકાતા આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
પશ્ચિમી પવનોની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગરમીની અસર વધુ વર્તાઈ રહી છે. અમદાવાદમાં પણ પારો 43.1 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સૂર્યનારાયણ આકરા પાણીએ
સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 44 ડીગ્રી તાપમાન,અમદાવાદમાં 43.1, કંડલામાં 43 ડિગ્રી,ગાંધીનગરમાં 42.8, અમરેલીમાં 42.7 ડિગ્રી,રાજકોટમાં 42.8, ડીસામાં 41.8 ડિગ્રી ભુજમાં 41.2, વડોદરામાં 41.6 ડિગ્રી,કેશોદમાં 40.6, ભાવનગરમાં 40 ડિગ્રી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયને મોટો ઝટકો, TTV દિનાકરણે FIR નોંધાવી, નકલી સમર્થન પત્ર દાખલ કરવાનો આરોપ












