ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફૂડફોટો સ્ટોરીબિઝનેસ

હલ્દીરામે કેટલીક હિસ્સેદારી IHC અને આલ્ફા વેવ ગ્લોબલને વેચી

મુંબઇ, 1 એપ્રિલ, 2025: ભારતની વિખ્યાત નાસ્તા અને ફૂડ બ્રાંડ હલ્દીરામે પોતાની કેટલીક હિસ્સેદારી આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની આઇએચસી – IHC અને આલ્ફા વેવ ફૂડ ગ્લોબલને વેચી દીધી હોવાની પુષ્ટિ આપી છે. આ ઘોષણા ત્યારે થઇ જ્યારે હલ્દીરામે એક દિવસ પહેલા જ સિંગાપુરની રોકાણકર્તા કંપની ટેમાસેકને પણ પોતાનો કેટલોક હિસ્સો વેચવાની વાતને સમર્થન આપ્યુ હતું. જોકે સોદાની વધુ માહિતી હજુ બહાર આવી નથી.

બંને કંપનીઓએ 6% હિસ્સો ખરીદ્યો

હલ્દીરામે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમારા ઇક્વિટી રાઉન્ડમાં IHC અને આલ્ફા વેવ ગ્લોબલનો ઉમેરો થતાં અમે ઉત્સાહિત છીએ. આનાથી આપણી વૈશ્વિક વિસ્તરણ યોજનાઓ વધુ મજબૂત બનશે, ખાસ કરીને અમેરિકા અને મધ્ય પૂર્વમાં. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, IHC અને આલ્ફા વેવ ગ્લોબલે લગભગ 6 ટકા હિસ્સો ખરીદ્યો છે.

હલ્દીરામના સોદાની ખાસ વાતો

આ સોદામાં હલ્દીરામનું મૂલ્ય 10 અબજ ડોલર (આશરે રૂ. 85,000 કરોડ) આંકવામાં આવ્યું છે, જે તેને ભારતીય પેકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો બનાવે છે. “આ રોકાણ મજબૂત ગ્રાહક બ્રાન્ડ્સ ધરાવતી અગ્રણી કંપનીઓને ટેકો આપવાની આલ્ફા વેવ ગ્લોબલ અને IHCની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે,” એમ તેણે જણાવ્યું હતું.

આલ્ફા વેવ ગ્લોબલ અને IHC વિશે જાણો

આલ્ફા વેવ ગ્લોબલ એક આંતરરાષ્ટ્રીય રોકાણ પેઢી છે જે ખાનગી ઇક્વિટી, ખાનગી ક્રેડિટ અને જાહેર બજારોમાં રોકાણ કરે છે. યુએઈની સૌથી મોટી રોકાણ કંપનીઓમાંની એક, IHC એ પણ આ સોદામાં ભાગ લીધો હતો. આ રોકાણ હલ્દીરામને વધુ મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કરવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ મેક યુરોપ ગ્રેટ વેપાર હવે વધુ ધ્યાન ખેંચી રહ્યા છે

Back to top button