ગુજરાતી એક્ટરે સુરત એરપોર્ટના ફ્લોર પર બેસીને ખમણ ખાધા, લોકોએ કહ્યું, અસંસ્કારી

- વાયરલ વીડિયોમાં હિતેશ તેના મિત્રો સાથે જમીન પર ન્યુઝપેપર પાથરીને ખમણ ખાતા અને પીરસતા જોવા મળે છે. વીડિયોમાં તે ગુજરાતીમાં કહે છે, જ્યારે ખાવાની વાત આવે છે, ત્યારે અમે જગ્યા જોતા નથી
29 એપ્રિલ, 2025, સૂરતઃ ગુજરાતના અભિનેતા હિતેશ ઠાકર ચર્ચામાં છે, તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગુજરાતના સુરત એરપોર્ટના ફ્લોર પર બેસીને ખમણ ખાતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વાયરલ વીડિયોમાં, હિતેશ તેના મિત્રો સાથે જમીન પર ન્યુઝપેપર પાથરીને ખમણ ખાતા અને પીરસતા જોવા મળે છે. વીડિયોમાં તે ગુજરાતીમાં કહે છે, જ્યારે ખાવાની વાત આવે છે, ત્યારે અમે જગ્યા જોતા નથી. આ સુરત એરપોર્ટ છે અને અમે મિત્રોએ સ્વાદિષ્ટ ખમણ ખાધા. અમે થાઇલેન્ડ જઈ રહ્યા છીએ અને ફ્લાઈટમાં ચઢતા પહેલા નીચે બેસીને ખાઈ રહ્યા છીએ.
gujaratis need to learn social etiquette and cues.
we have the means and resources to learn it.
get out of your comfort zone and stop shoving terrible manners under the garb of being rooted.
we have the business acumen, the street-smarts, and the work ethic to represent India… https://t.co/T1y2exFY7a
— Viraj Sheth (@viraj_sheth) April 27, 2025
જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું. એકે લખ્યું, મને આ ભારતીય કાકા પર ગર્વ છે, જે બેંગકોકની ફ્લાઇટ લેતા પહેલા એરપોર્ટ પર પોતાની સિવિક સેન્સ બતાવી રહ્યા છે. જોકે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દેવામાં આવ્યો છે
એક યુઝરે લખ્યું છે, કેવો બેકાર માણસ છે. આ એ 75 ટકા ભારતીયોમાં સામેલ છે, જે અસંસ્કારી છે. તે જ સમયે એક યુઝરે લખ્યું છે કે બોર્ડિંગ ગેટ તમારું ઘર નથી કે તે કોઈ રેસ્ટોરાં નથી. અન્ય એકે લખ્યું છે કે, સિવિક સેન્સની કમી. ચોથાએ લખ્યું છે કે આ ન તો ભારતીય સંસ્કૃતિ છે કે ન તો સ્વચ્છતા.
આ પણ વાંચોઃ મલયાલમ રેપર વેદાનની કોચ્ચિથી ધરપકડ, એપાર્ટમેન્ટમાંથી મળ્યો ગાંજો અને જાણો બીજું શું?












