રાજ્યમાં ઠંડી વધી, 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું
અમદાવાદઃ ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે. 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. ગાંધીનગરમાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધ્યું, અમદાવાદમાં 15 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન, ડીસામાં 15.6 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી તાપમાન , દમણમાં 17.4 ડિગ્રી, ભુજમાં 17.8 ડિગ્રી તાપમાન, કંડલામાં 15 ડિગ્રી, રાજકોટમાં 15.7 ડિગ્રી તાપમાન, દીવમાં 14.5, મહુવામાં 15.5 ડિગ્રી તાપમાન, કેશોદમાં 16.5 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અત્યારે હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 બાદ લઘુતમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રેહશે. મહત્તમ ઉષ્ણતામાન 30 -31 ડિગ્રી સેલ્સિયસ રહેશે શક્યતા રહેશે. 20 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલું જ નહીં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. લા નીનોના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતા 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે.
24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.












