હવામાન વિભાગની આગાહી: ગુજરાતના 5 જિલ્લા માટે રેડ એલર્ટ, જાણો આવનારા દિવસોમાં કેવું રહેશે હવામાન

અમદાવાદ, 26 જૂલાઈ 2025: ગુજરાતમાં કેટલાય દિવસથી હળવો વરસાદ થઈ રહ્યો છે, પણ હવે ફરીથી વરસાદ બંધ થઈ ગયો છે. તેમ છતાં કેટલાય રાજ્યોમાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. હાલમાં સતત વરસાદથી હવામાનમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં પણ આવું જ જોવા મળશે. જો કે આઈએમડીએ કેટલાય જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હાલમાં ચોમાસામાં કોઈ એક્ટિવિટી પણ નથી. આ અગાઉ રાજ્યમાં ચોમાસું અચાનક આવ્યું, જેમાં કેટલીય જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 25, 2025
5 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે રાજ્યના દમણ, દાદરા, ડાંગ, નવસારી, વલસાડ અને નગર હવેલીમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરતમાં આજે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, દાહોદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 27 જુલાઈએ નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.તે સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, સુરચ, ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28મી જુલાઈએ ખેડા, વડોદરા, પંચમહાલ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, સુરત, તાપી, નવસારી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. 29 જુલાઈએ વલસાડ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, મહિસાગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. તે જ સમયે, 30-31 જુલાઈના રોજ, સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ખેડા, વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઘણા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા
થોડા દિવસ વરસાદ ન પડ્યા પછી, ગઈકાલે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ઘણી જગ્યાએ વાહનો પાણીમાં ફસાઈ ગયા. લોકોને ઓફિસ આવવા-જવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વાટાઘાટનો બીજો તબક્કો પૂર્ણ, મજબૂત થશે ભાગીદારી












