ગુજરાતમાં આગામી 3 કલાક રેડ એલર્ટ: તોફાની પવન સાથે વરસાદની આગાહી, જાણો બાકીના જિલ્લાની હાલત
Gujarat today weather and rain updates: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ચોમાસું આગામી ચારથી પાંચ દિવસ એટલે કે 23 જૂનની આસપાસ ગુજરાત નજીક પહોંચી શકે છે. આજે 19 જૂન 2026ના હવામાનની વાત કરીએ તો આજે મહેસાણા, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, વડોદરા, સુરત સહિત 22 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઇ શકે છે.
3 કલાકમાં મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ
વડોદરા, નડિયાદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે લુણાવાડા, દાહોદ અને ગોધરા સહિત પંચમહાલ પંથકમાં 61 કિમીની તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ કરાયું છે.
કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકાઓમાં વ્યાપક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી ગંભીર સ્થિતિ પંચમહાલ જિલ્લાની થઈ છે. પંચમહાલના કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ (૩.૯૮ ઈંચ) જેટલો ખાબકતા સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. વડોદરા શહેરમાં પણ સારો વરસાદ પડ્યો છે વડોદરા ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ છે.
રાજકોટમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, ગઈકાલે અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો, વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
પંચમહાલના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ, વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારો પાણી-પાણી , હાલ પણ કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ , ઘોઘમ્બા અને જાંબુઘોડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં 24 કલાકમાં 75 તાલુકામાં મેઘમહેર
પંચમહાલ, બોટાદ, મહેસાણામાં મેઘો મહેરબાન, પંચમહાલનાં હાલોલમાં સૌથી વધુ 4.5 ઈંચ, ગોધરા- જાંબુઘોડામાં 3.5 ઈંચ વરસાદ, શહેરામાં સરેરાશ 3 ઈંચ વરસાદ, બોટાદનાં બરવાળામાં 3 ઈંચ વરસાદ, મહેસાણાનાં કડીમાં 2.5 ઈંચ વરસાદ, પંચમહાલનાં ઘોઘંબામાં 2.5 ઈંચ વરસાદ, ખેડાનાં નડીયાદમાં 2 ઈંચ વરસાદ, પંચમહાલનાં મોરવામાં 2 ઈંચ વરસાદ, છોટાઉદેપુરનાં બોડેલીમાં 1.5 ઈંચ વરસાદ, મહીસાગરના કોઠંબામાં 1.5 ઈંચ વરસાદ, છોટાઉદેપુરનાં પાવી જેતપુરમાં 1.5 ઈંચ વરસાદ, મહીસાગરનાં સંતરામપુરમાં 1.5 ઈંચ વરસાદ, અમદાવાદનાં ધંધુકામાં 1 ઈંચ વરસાદ, અન્ય 61 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ
19 જૂનની આગાહી
19 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેટલે પહોંચ્યું ચોમાસું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેની ઉત્તરીય મર્યાદા હાલમાં સોલાપુર, હૈદરાબાદ અને રાંચી જેવા શહેરો પરથી પસાર થઈ રહી છે. આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું પહોંચવા માટે સાનુકૂળ સ્થિતિ બની રહી છે. છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. 25 જૂનથી 1 જુલાઈ દરમિયાન નૈઋત્યનું ચોમાસું ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે. જોકે નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ 23 જૂન સુધીમાં ગુજરાતના મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી શકે છે.
આ પણ વાંચો: પ્રિય મિત્ર નરેન્દ્ર: મેક્રોંએ પીએમ મોદી માટે હિન્દીમાં વીડિયો મેસેજ કર્યો, ભારત-ફ્રાન્સની દોસ્તી અમર રહે












