ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી! 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ

ગુજરાતમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીના બેવડા વાતાવરણ વચ્ચે હવે કમોસમી વરસાદની શક્યતા ઊભી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 29થી 31 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જમ્મુ અને રાજસ્થાન ઉપર સક્રિય થયેલી વાતાવરણીય સિસ્ટમની અસરને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

અમદાવાદ સહિતનાં શહેરોમાં ઠંડીનો ચમકારો

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં ઠંડીનો અહેસાસ વધ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડક વધુ અનુભવાઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બે વાતાવરણીય સિસ્ટમની અસરથી વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ વિસ્તારમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજસ્થાન ઉપર સક્રિય અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના હવામાનને અસર કરી શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ 29થી 31 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની સંભાવના છે.

ઠંડી અને વરસાદથી બદલાશે વાતાવરણ

એક તરફ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડી વધી રહી છે, તો બીજી તરફ હળવા વરસાદની આગાહીએ હવામાનમાં વધુ ફેરફારની શક્યતા ઊભી કરી છે. જોકે, વરસાદ ક્યાં અને કેટલો પડશે તે અંગેની ચોક્કસ સ્થિતિ માટે હવામાન વિભાગની તાજી આગાહી પર નજર રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવ ઘટતાં ખરીદીનો ધમધમાટ! અમદાવાદથી રાજકોટ સુધી ગ્રાહકોમાં ઉત્સાહ, 6 મહિનામાં સોનું ₹2 લાખને પાર જવાની શક્યતા

Back to top button