IPL Points Table 2025: ગુજરાતની ધમાકેદાર જીતથી 3 ટીમોને લોટરી લાગી, પ્લેઓફમાં મળી એન્ટ્રી

IPL 2025 Points Table: IPL 2025 માં, 18 મે ના રોજ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક મેચ રમાઈ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ GT એ 10 વિકેટથી જીતી હતી. ૨૦૦ રનનો પીછો કરતી વખતે ૧૦ વિકેટે જીત મેળવનારી ગુજરાત પ્રથમ ટીમ બની. ગુજરાતની શાનદાર જીત સાથે, 3 ટીમોએ એકસાથે પ્લેઓફ 2025 માં એન્ટ્રી કરી. આ ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ આ હાર બાદ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ ગઈ છે.

આ 3 ટીમોની પ્લેઓફમાં એન્ટ્રી
ગુજરાતે દિલ્હીને હરાવ્યું અને 12 મેચમાંથી 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું. આ ઉપરાંત, ૧૭ પોઈન્ટ સાથે આરસીબી અને ૧૭ પોઈન્ટ સાથે પંજાબ કિંગ્સ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ હાર બાદ દિલ્હી કેપિટલ્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે દિલ્હી, મુંબઈ અને લખનઉ વચ્ચે જંગ ખેલાશે. દિલ્હીને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની 2 મેચ જીતવાની જરૂર છે, જ્યારે મુંબઈને પણ કોઈપણ કિંમતે બાકીની 2 મેચ જીતવી પડશે. જ્યારે લખનઉને બાકીની બધી 3 મેચ જીતવી પડશે. એક હાર ત્રણેય ટીમોને પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકે છે.
આ પણ વાંચો: ભૂકંપના ઝટકાથી ચીનની ધરતી ધ્રુજી, બંગાળની ખાડી અને તિબેટમાં પણ આંચકા અનુભવાયા












