ગુજરાત: 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન, જાણો ઠંડી મામલે હવામાન વિભાગની આગાહી

- ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં ધીરે-ધીરે વધારો
- દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, અમદાવાદમાં 13.5 નોંધાયું
- આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો
ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે અને 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ ચાર દિવસ સુધી સરેરાશ લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.
આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો
ગત રાત્રિના દાહોદમાં 9.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. વર્તમાન સિઝનમાં ગુજરાતમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં ગત રાત્રિના 13.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે.
રાજ્યના 21 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના 21 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો, જ્યાં ન્યૂનતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 12.8 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં 12.4 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં ડીસામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું. દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો માહોલ થોડીક ઓછી તીવ્રતા સાથે જોવા મળ્યો.
પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ
સુરતમાં 19.4, જ્યારે દમણમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું. તો બીજી તરફ કચ્છમાં ઠંડી વધુ અનુભવાઇ હતી, જેમાં ભુજમાં 15.2, અને કંડલામાં 12.2 ડિગ્રી નોંધાયું. સૌરાષ્ટ્રમાં ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. અમરેલીમાં 11.4, રાજકોટમાં 14, દીવમાં 15.6, મહુવામાં 15.6, કેશોદમાં 14.3, અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ પણ વાંચો: સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ થતા ચકચાર












