ગુજરાતટોપ ન્યૂઝ

ST કર્મચારીઓને સરકારની ભેટ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Gujarat ST Employee DA hike: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એસટી નિગમમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓને હવે 55 ટકાના બદલે 58 ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી એસટી નિગમના પાત્ર કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે. વધારેલા 3 ટકા DAની સાથે અગાઉથી બાકી રહેલી રકમના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે. એટલે કે કર્મચારીઓને માત્ર વધેલું ભથ્થું જ નહીં, પરંતુ પાછલી અવધિની બાકી રકમ પણ મળશે.

કર્મચારીઓના હિતમાં લેવાયો નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે કર્મચારીઓના હિત અને આર્થિક રાહતને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મોંઘવારી વધતા કર્મચારીઓ પર પડતા આર્થિક ભારને ઘટાડવા માટે DAમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એસટી વિભાગના ડ્રાઇવર, કંડક્ટર સહિતના વિવિધ વર્ગના કર્મચારીઓને લાભ મળશે.

એસટી નિગમ પર વધશે રૂ.24 કરોડથી વધુનો ખર્ચ

મોંઘવારી ભથ્થાના વધારાના અમલથી ગુજરાત એસટી નિગમ પર અંદાજે રૂ.24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ આવશે. જોકે, સરકાર દ્વારા કર્મચારીઓના લાભને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં જાહેર થશે અમલીકરણના આદેશ

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નિર્ણય અંગેના વિગતવાર પરિપત્ર અને અમલીકરણના આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા એસટી કર્મચારીઓમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: માત્ર ફોન ચાર્જ કરવાથી થઈ શકે છે હેક? જાણો ‘જ્યૂસ જેકિંગ’ સ્કેમથી બચવાના ઉપાયો

Back to top button