ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ઓનલાઇન શોપિંગમાં જોખમ, બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે રૂ.2 લાખ ગુમાવ્યા

  • ઓનલાઇન ઠગો દ્વારા રૂપિયા પડાવી લેવા માટે જુદીજુદી તરકીબો
  • પોલીસે લોકોને સતર્ક રહેવા અને પર્સનલ વિગતો શેર નહિ કરવા અપીલ કરી
  • છેતરપિંડી કરવા અંગે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી

વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જેમાં ઓનલાઇન ઠગો દ્વારા રૂપિયા પડાવી લેવા માટે જુદીજુદી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. આવા જ એક કિસ્સામાં રક્ષાબંધન નિમિત્તે બહેન માટે ગિફ્ટ મંગાવવા જતાં એક ભાઇએ રૂપિયા બે લાખ ગુમાવ્યા હોવાનો બનાવ બન્યો છે.

પોલીસે લોકોને સતર્ક રહેવા અને પર્સનલ વિગતો શેર નહિ કરવા અપીલ કરી

પ્રાપ્ત વિગતો મુજબ, કાર્તિક નામના યુવકે રક્ષાબંધન માટે ઓનલાઇન ગિફ્ટ મંગાવી હતી. જેનું પાર્સલ આવતાં તેણે ઓટીપી આપ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે તેના બેન્ક એકાઉન્ટમાંથી તબક્કાવાર રૂપિયા બે લાખ ઉપડી ગયા હતા. યુવકે બેન્ક અને સાયબર સેલને જાણ કરતાં ઠગો વધુ રોષે ભરાયા હતા અને રકમની માંગણી કરી ધમકીભર્યા કોલ્સ કર્યા હતા. જેમાં કરાંચીનો નંબર આવતો હતો. ઠગોએ કહ્યું હતું કે, તારો ફોન હેક કરી લીધો છે. તારા ન્યૂડ ફોટા બનાવીને સોશ્યલ મીડિયા પર મુકીશું. જેથી તેણે પોલીસને જાણ કરી હતી. નોંધનીય છે કે,અગાઉ પણ પાર્સલના નામે વિગતો મેળવીને ઠગાઇના કિસ્સા બન્યા હતા. જેથી પોલીસે લોકોને સતર્ક રહેવા અને પર્સનલ વિગતો શેર નહિ કરવા અપીલ કરી છે.

અમદાવાદના અગાઉ એક કેસ વિશે જાણો

એક ઓનલાઇન શોપિંગ પોર્ટલથી 900 રૂપિયાની સલવાર સૂટ ખરીદવાના પ્રયાસમાં એક મહિલાને 1 લાખનું નુકસાન થયું છે. ગોતામાં રહેતા 35 વર્ષીય ભાવના દવેએ ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી. આ એપમાં તેમને 900 રૂપિયાનો સૂટ ગમ્યો. ભાવના દવે વાત કરતા જણાવ્યું કે તે બાદ તે ઓનલાઇન શોપિંગ એપ પરથી પૂજા નામની મહિલાનો ફોન આવ્યો. મહિલાએ ભાવનાને કહ્યું કે તેને લગભગ 28 દિવસ પછી તેના પાર્સલની ડિલિવરી મળશે. જે બાદ મેં તેને તે ઓર્ડર રદ કરવા જણાવ્યું હતું. જે બાદ મહિલાએ મને કહ્યું કે હવે જો હું નજીવી રકમ ચૂકવીશ તો મને વહેલી ડિલિવરી મળશે.

છેતરપિંડી કરવા અંગે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી

તેને એક ફોર્મ વોટ્સએપ પર મોકલવામાં આવ્યું હતું. જેમાં તેની યુપીઆઈ આઈડી અને પિન પૂછવામાં આવ્યું હતું. અને તેને તેને ભરીને પાછા મોકલવાનું કહેવામાં આવ્યું. જે બાદ તેના ખાતામાંથી થોડીક સેકંડમાં 5 રૂપિયા ડેબિટ થઈ ગયા હતા અને થોડીક સેકંડમાં તેના બેંક ખાતામાંથી 99,996 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. જે બાદ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આઇટી એક્ટ હેઠળ ગુના સાથે છેતરપિંડી કરવા અંગે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અરવલ્લી: મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, 4 યુવાનના મૃત્યુ

Back to top button