અરવલ્લી: મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, 4 યુવાનના મૃત્યુ

- મોડાસામાં આવેલા માઝૂમ બ્રિજ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી
- આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા
- યુવાનો ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા
અરવલ્લીના મોડાસામાં આવેલા માઝૂમ બ્રિજ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં ખાબકી હતી, જેમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
યુવાનો ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા
ઉલ્લેખનીય છે કે અરવલ્લી બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ ઉપરથી પસાર થતી કાર અચાનક પાણી ભરેલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 4 યુવકોના કરૂણ મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય યુવાનો મોડાસામાં ટ્યુશન ક્લાસિસ તેમજ ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા અકસ્માત થયો
મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રીના 9:30 વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં મોડાસાના સહયોગ બાજુથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પરની છે. તથા ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: જયરાજ સિંહ જાડેજા સામે ગંભીર આરોપો, ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામુ આપ્યું












