અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં સિઝનનો 47 ટકા વરસાદ થયો: છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં મેઘમહેર

HD ન્યૂઝ, 10 જુલાઈ, 2025: ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 120 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપીના કુકારમુંડા તાલુકામાં 2.40 ઇંચ તથા નિઝરમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ, નર્મદાના સાગબરામાં 1.47 ઇંચ અને જામનગરમાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ, દાસડા, મૂળી, લખતર મોરબીના વાંકાનેર, ટંકારા, મોરબી શહેર, ભાવનગર, ધંધુકા, તિલકવાડા, જેસર અને નેત્રંગમાં ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો હતો.

વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 7 થી 10, જુલાઇ 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.

Back to top button