ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘આપણા દીકરાઓ જ્યારે…’, સિંગર કિંજલ રબારીએ નવો વીડિયો કર્યો શેર

Kinjal Rabari Video: ગાયક કિંજલ રબારીએ ગતકાલે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના પ્રેમલગ્નની જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેઓ અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે, છતાં સમાજમાંથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને તેમને અને તેમના પતિને જીવનું જોખમ છે.

આજે તેણે વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે આ નિર્ણય તેની રાજીખુશીથી લીધો છે અને વ્યક્તિગત નિર્ણય છે, જેનો સમાજે વિરોધ ન કરવો જોઇએ. તમામ બંધનો અને નિર્ણયો દીકરી પર જ કે લાગુ પડે છે. દીકરી અને દીકરા વચ્ચે આટલો ભેદભાવ કેમ રાખવામાં આવે છે તેવો વેધક સવાલ કર્યો હતો. આ સાથેજ સમાજને વ્યક્તિગત જીવનમાં દખલગીરી ન કરવા વિનંતી કરી હતી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે મદદ માગી હતી. આ નિર્ણય પુરી રીતે તેમની વ્યક્તિગત પસંદગી છે અને સમાજ દ્વારા વિરોધ ન કરવો જોઇએ. તેમણે કહ્યું, “અપણા દીકરાઓ જ્યારે બીજા સમાજની દીકરી સાથે લગ્ન કરે છે ત્યારે બધું સ્વીકાર્ય હોય છે, પરંતુ આપણી દીકરી એવું કરે તો વિરોધ થાય છે. આ ભેદભાવ કેમ?”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક નવો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, કાલે જ મે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં મે જણાવ્યું હતું કે મે લગ્ન કરી લીધા છે. મારી રાજીખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કઈક કરી રહી છું ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મે મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાવ છું ખરાબ થઈ જાવ છું.

ગઇકાલે શેર કરેલા વીડિયોમાં શું કહ્યું હતું

ગઇકાલે શેર કરેલા વીડિયોમાં કિંજલ રબારીએ જણાવ્યું હતું કે, મે અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા છે. મે ઘણા સમયથી મારા પરિવારને મનાવવા ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઇકાલે મારા પતિને મે જાણ કરી હતી. જેથી તેઓ મને આવીને લઇ ગયા હતા. ત્યારથી સોશિયલ મીડિયામાં મારા પતિ વિશે જે લખવામાં આવ્યું છે, તે મે જોયું છે. જેથી હું આ બધાને તેમજ સમગ્ર રબારી સમાજને જણાવવા માગું છું કે, હું મારા સમાજની ખૂબ કદર કરું છું. પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. તેમણે વધુમાં કહ્યું કે, મને અને માર પતિને જીવનું જોખમ છે. એટલા માટે મે એડવોકેટનો સંપર્ક કર્યો છે અને મારા પિતાના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માગવા કાયદેસરના પગલા લીધા છે. જેથી મારા લગ્નને લઇને કોઇપણ અફવા કે વાતો ફેલાવવી નહીં. આ બાબતને લઇને મારા પતિ કે અમારા લાગતા-વળગતાને કોઇપણ નુકસાન થયું તો એ માટે જવાબદાર મારો પરિવાર રહેશે.

આ પણ વાંચો: Surat : ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ ફેકાયું, અફરાતફરીનો માહોલ

 

Back to top button