ગુજરાતટ્રેન્ડિંગ

ગણિતનો ડર હવે દૂર : પંચમહાલની પ્રાથમિક શાળાએ બનાવ્યો ગુજરાતનો પ્રથમ ‘મેથ્સ પાર્ક’

Gujarat’s First Maths Park : સામાન્ય રીતે શાળાના મેદાનમાં બાળકો દોડતા, રમતા કે ક્રિકેટ રમતા જોવા મળે… પરંતુ પંચમહાલ જિલ્લાના એક નાના ગામની શાળાના મેદાનમાં આજે બાળકો ખૂણાઓ માપી રહ્યા છે, નંબર લાઇન પર કૂદી રહ્યા છે અને રમતાં-રમતાં ગણિતના કઠિન દાખલા સરળતાથી સમજી રહ્યા છે. ચોપડીમાં બંધાયેલું ગણિત અહીં હવે જીવંત બની ગયું છે. ગુજરાતની એક ગ્રામ્ય શાળાએ એવો અનોખો પ્રયોગ કર્યો છે, જેને જોઈને શિક્ષણવિદો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે… અને આ જ પહેલ આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.

Gujarat Panchmahal Village first-maths-park PM SHRI School

શાળાએ ગુજરાતનો પ્રથમ ‘મેથ્સ પાર્ક’ તૈયાર કર્યો

સામાન્ય રીતે ગણિતનું નામ પડતાં જ ઘણા વિદ્યાર્થીઓના ચહેરા પર ભય અને ગૂંચવણ દેખાઈ આવે છે. પરંતુ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ નવાનદીસર ગામની પ્રાથમિક શાળાએ આ ભયને આનંદમાં ફેરવી નાખ્યો છે. શાળાએ ગુજરાતનો પ્રથમ ‘મેથ્સ પાર્ક’ તૈયાર કરીને શિક્ષણ ક્ષેત્રે અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે, જ્યાં વિદ્યાર્થીઓ હવે પુસ્તકોમાં નહીં પરંતુ રમતાં-રમતાં ગણિત શીખી રહ્યા છે.

Gujarat’s First Maths Park Turns Learning into Fun in Panchmahal Village School

વિદ્યાર્થીઓ ગણિતના મૂળભૂત ખ્યાલો સરળતાથી સમજી શકે

શાળાના મેદાનમાં બનાવવામાં આવેલા આ વિશેષ પાર્કમાં નંબર લાઇન, એબેકસ, ખૂણાઓ, ભૌમિતિક આકારો, માપન, ગણતરી અને વિવિધ ગણિતીય પ્રવૃત્તિઓને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દોડતા, રમતા અને જૂથમાં પ્રવૃત્તિઓ કરતા-કરતા ગણિતના મૂળભૂત ખ્યાલો સરળતાથી સમજી શકે છે. પરિણામે, વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ડર ઓછો થયો છે અને વિષય પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.

Gujarat’s First Maths Park Turns Learning into Fun in Panchmahal Village School

આ સમગ્ર પ્રયોગ શાળાના આચાર્યની મદદથી સાકાર થયો

આ સમગ્ર પ્રયોગ શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કારીગરોની મદદથી સાકાર થયો છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં સર્જનાત્મક વિચારો અને ટીમવર્કના આધારે ઉભા કરાયેલા આ પાર્કે સમગ્ર જિલ્લામાં પ્રશંસા મેળવી છે. શિક્ષકોનું માનવું છે કે બાળકો માટે અનુભવ આધારિત શિક્ષણ વધુ અસરકારક સાબિત થાય છે અને મેથ્સ પાર્ક એનો જીવંત ઉદાહરણ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2

મુશ્કેલ લાગતું ગણિત હવે તેમને રમત જેવી મજા આપતું બન્યું

વિદ્યાર્થીઓ પણ આ નવી પહેલથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ મુશ્કેલ લાગતું ગણિત હવે તેમને રમત જેવી મજા આપતું બન્યું છે. શાળામાં હાજરીમાં વધારો અને અભ્યાસ પ્રત્યે વધતી રસદારી પણ આ પ્રયોગની સફળતા દર્શાવે છે. શાળાની આ નવીન કામગીરીને ધ્યાનમાં રાખીને શાળાની પસંદગી PM SHRI યોજના હેઠળ મોડેલ સંસ્થા તરીકે કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ઉદ્ભવેલી આ પહેલ હવે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે. શિક્ષણને પુસ્તકોથી બહાર કાઢીને અનુભૂતિ અને આનંદ સાથે જોડતી નવાનદીસર શાળાની આ પહેલ એ સાબિત કરે છે કે યોગ્ય દિશા અને સર્જનાત્મક વિચારસરણી હોય તો ગામડાની શાળાઓ પણ શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી શકે છે.

આ પણ વાંચો : પ્રોપર્ટી કાર્ડ’ કેવી રીતે કઢાવશો અને કયા ડોક્યુમેન્ટ જોઈશે?, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Back to top button