ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન શરૂ, જાણો શું છે એન્ટ્રી પ્રક્રિયા

અમદાવાદ: ગુજરાતના પત્રકારો અને મીડિયા ક્ષેત્રના વ્યાવસાયિકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026ની ચોથી સીઝન ભવ્ય રીતે આયોજિત થવા જઈ રહી છે. આ એવોર્ડ્સ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પત્રકારો તેમજ મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે છે.

મીડિયાને લોકશાહીનું ચોથું સ્તંભ ગણવામાં આવે છે અને આ એવોર્ડ્સ દ્વારા પારદર્શક, મૂલ્ય આધારિત અને સાચા સમાચાર રજૂ કરનારા મીડિયાકર્મીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વખતે પણ 20થી વધુ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષનું શ્રેષ્ઠ કામ બતાવીને તમે પોતે ભાગ લઈ શકો છો કે પછી કોઈ સાથી પત્રકારને નોમિનેટ પણ કરી શકો છો.

નોમિનેશન અને એન્ટ્રી પ્રક્રિયા

  • ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તમે gujaratmediaawards.com પર જઈને અથવા સીધા નોમિનેશન ફોર્મ લિંક પર ક્લિક કરીને એન્ટ્રી કરી શકો છો.
  • છેલ્લા 3 વર્ષમાં કરેલા ઉત્કૃષ્ટ કામની કોપી, ક્લિપિંગ અથવા લિંક જોડવાની રહેશે.
  • તમે પોતાની સાથે અન્ય પત્રકારોને પણ નોમિનેટ કરી શકો છો.
  • વધુ માહિતી અથવા મદદ માટે [email protected] પર મેઈલ કરી શકાય છે.
  • નોમિનેશન ફોર્મ 10 જાન્યુઆરી 2026થી 31 જાન્યુઆરી 2026 સુધી ભરી શકાશે.

આ એવોર્ડ્સ મીડિયા ક્ષેત્રને પ્રેરણા આપવા અને સમાજમાં સાચી વાત પહોંચાડવાના કાર્યને માન્યતા આપવા માટેનું મહત્વનું પ્લેટફોર્મ છે. અગાઉના વર્ષોમાં પણ આ એવોર્ડ્સે ઘણા પ્રતિભાશાળી પત્રકારોને સન્માનિત કર્યા છે. આવા એવોર્ડ્સ મીડિયા વ્યાવસાયિકોની મહેનતને માન આપે છે અને નવી પેઢીને પ્રેરણા આપે છે.

આ પણ વાંચો: પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત, મૃતકોમાં મહિલા પોલીસ અધિકારી પણ સામેલ

Back to top button