ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના, બેના મોત, ત્રણ ગંભીર

Road Accident: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, તેમા પણ હાઈવે પર રોજબરોજ અકસ્માતની ઘટનાઓના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે હવે ફરી એક વખત રાજકોટ-અમદાવાદ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ચોટીલાથી દર્શન કરી પરત આવતાં ઠાકોર પરિવારને અકસ્માત નડ્યો છે.

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક એક કાળજું કંપાવી દેનારી ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, પ્રાથમિક માહિતી અનુસાર, ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય વાહનોના આગળના ભાગો કચ્ચણઘાણ નીકળી ગયો હતો,

આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે હાઈવે પર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જો કે પોલીસે ઘટનાની તપાસ શરુ કરી છે. આ અકસ્માતની ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષાના સવાલોને ઉજાગર કર્યો છે. વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ડ્રાઈવરોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની તાતી જરૂરિયાત છે. નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે, જે આ ઘટનાએ સ્પષ્ટ રીતે દર્શાવી છે.

રાજકોટ અમદાવાદ હાઈવે અકસ્માત
IMAGE : AI

અકસ્માતમાં મૃત્યુ પામનારના નામે પણ સામે આવ્યા છે, જેમાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28 ) તેમજ ​આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16 )નો સમાવેશ થાય છે, જ્યારે ​કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. 29 ), ​હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 30 ), ​દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૩)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : માવઠાનો માર, છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ

Back to top button