ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: આ શહેરમાં વોટ્સએપથી ચાલતું હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, 13 વિદેશી મહિલાની અટકાયત

  • સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે
  • પાર્ક પેવેલિયન નામની એક હોટલમાં ચાલતા હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ
  • પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોટલનો દરવાજો તોડી નાખ્યો

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાર્ક પેવેલિયન નામની એક હોટલમાં ચાલતા હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ હોટલમાં દરોડા પાડ્યા હતા, જેમાં 13 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય 9 પુરૂષો સહિત કુલ 22 લોકોની ધરપકડ કરાઈ છે.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોટલનો દરવાજો તોડી નાખ્યો

મળતી માહિતી મુજબ, સુરત પોલીસને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી. પોલીસ જ્યારે દરોડા પાડવા હોટલના ચોથા માળે પહોંચી ત્યારે દરવાજો બંધ હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ, અંદરથી કોઈએ જવાબ ન આપ્યો. બાદમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોટલનો દરવાજો તોડી નાખ્યો હતો.

રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળી આવી

દરવાજો તોડતા જાણ થઈ કે, ત્યાં એક હોલ હતો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. તેની બાજુના પેસેજમાં રૂમ નંબર 403માં 7 લોકો મળી આવ્યા હતા. અને રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળી આવી હતી.

Back to top button