ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની સંભાવના, ચોમાસાને લઈને IMDની લેટેસ્ટ અપડેટ આવી ગઈ

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે. વાવાઝોડા પછી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આજે, 29 મે ની વાત કરીએ તો, અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 30 મે થી 1 જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. આ વર્ષે રાજ્યમાં સામાન્ય વરસાદના 114 ટકા વરસાદ પડવાની ધારણા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 119 ટકા સુધી વરસાદ પડી શકે છે.
ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 29 મેના રોજ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે.
Recorded Maximum Temperature at 1730 Hrs IST of 28th May 2025 #IMD #Weatherupdate #mausam #Heatwave #Temperature #MaximumTemperature #Rajasthan@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/zeUT58oxzr
— India Meteorological Department (@Indiametdept) May 28, 2025
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવા વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર. હવામાન વિભાગે 29મી મેના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
આગામી 3 કલાકમાં કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે
મોડી રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આજે સવારે હવામાન વિભાગની આગાહી મુજબ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, નર્મદા અને બોટાદ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: ભારતમાં હાલ કેટલા છે કોરોનાના એક્ટિવ કેસ? કયા રાજ્યમાં સૌથી વધારે કેસો? જાણો તાજા આંકડા












