અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

શૈક્ષણિક પરિવર્તનમાં ગુજરાત પથદર્શક બનીને ઉભર્યું છે: જયંત ચૌધરી

  • કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ
  • સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઓનલાઇન અને હાઇબ્રિડ કોર્સ ઉપલબ્ધ થશે

ગાંધીનગર, 21 એપ્રિલ, 2025: ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નું કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ આજે સોમવારે લોન્ચિંગ કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા જયંત ચૌધરીએ જણાવ્યું કે, “યુનિવર્સિટીઓ ફક્ત શિક્ષણ સંસ્થાઓ નથી – તે એક એવો સેતુ છે જે યુવા માનસને વાસ્તવિક દુનિયાની સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે જોડે છે. તેમને ટેક્નિકલ સજ્જતા અને વૈવિધ્યસભર જ્ઞાન પ્રદાન કરીને, તેઓ વિદ્યાર્થીઓનો વિવેચનાત્મક રીતે વિચારવા, નવીનતામાં ઝંપલાવવા અને અસરકારક રીતે અનુકૂલન પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે.

યુવા વિકાસની આ યાત્રામાં, ગુજરાત એક પથદર્શક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગો સાથે ભાગીદારી અને સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને યુનિવર્સિટીઓ એવા વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે જેઓ તેમની કારકિર્દી માટે સજ્જ હોવાની સાથે વિચારશીલ, સર્જનાત્મક અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ પણ છે.”

જયંત ચૌધરી - HDNews

CoE વિશેષ તાલીમ પૂરી પાડવા માટે અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવતી પ્રયોગશાળાઓથી સજ્જ હશે. આ સેન્ટર સેમિકન્ડક્ટર ઉત્પાદન, નવીનીકરણીય અને બિન-નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ એજ, સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં 40 થી વધુ ઑનલાઇન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો ઓફર કરશે.

આ મહિનાની શરૂઆતમાં NSDC અને PDEU વચ્ચે આ સંદર્ભમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇને કરાયેલા આ 40 અભ્યાસક્રમો ITI, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોના વિદ્યાર્થીઓને સુવિધાઓ આપશે. આ અભ્યાસક્રમો ટિયર-1, ટિયર-2 અને ટિયર- 3 સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઊર્જા, આરોગ્ય, પાણી અને ખોરાક સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ કૌશલ્ય સમૂહોમાં વ્યવહારુ અનુભવથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

NSDC ના સીઇઓ અને NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર (MD) વેદમણિ તિવારીએ જણાવ્યું કે, “ભારત તેના યુવાનો માટે એક નવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે, ઝડપથી બદલાઇ રહેલા સમય અનુસાર તેમની અંદર જરૂરી કૌશલ્ય નિર્માણ કરી રહ્યું છે.”

PDEU ના ડાયરેક્ટર જનરલ એસ સુંદર મનોહરને જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત સમગ્ર ભારતમાં યુવાનોને સશક્ત બનાવવા તેમજ કૌશલ્ય વિકાસને આગળ વધારવાના તેમના મિશનને અનુરૂપ PDEU દેશભરમાં બહોળી સંખ્યામાં નાગરિકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં આ સેન્ટર્સ ઓફ એક્સલન્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે.”

ઊર્જા સંક્રમણ અને કૌશલ્ય વિકાસમાં મોખરે રહેલું PDEU, સૌર અને પવન ઊર્જા, લિથિયમ અને વેનેડિયમ ઊર્જા સંગ્રહ, કાર્બન કેપ્ચર અને સ્માર્ટ હાઇબ્રિડ ગ્રીડ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની કુશળતાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રોમાં કારકિર્દી માટે તૈયાર કરશે. તે 45 મેગાવોટ સોલર પીવી મેન્યુફેક્ચરિંગ લાઇન અને ATMP સેમિકન્ડક્ટર પેકેજિંગ લાઇન સહિત ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ મેન્યુફેક્ચરિંગ લાઇનો સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવશે.

NSDC અને PDEU વચ્ચેની ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કાર્યબળના નિર્માણ તરફ એક પરિવર્તનશીલ પગલું છે, જે ભારતના આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ નેતૃત્વ માટે મહત્વપૂર્ણ છે. તે મેક-ઇન-ઇન્ડિયા રેડીનેસ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આત્મનિર્ભર ભારતની પ્રગતિને વેગ આપશે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના નાગરિકત્વ વિશે તરત જવાબ આપોઃ કેન્દ્રને હાઈકોર્ટનો નિર્દેશ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button