ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીના નાગરિકત્વ વિશે તરત જવાબ આપોઃ કેન્દ્રને હાઈકોર્ટનો નિર્દેશ

લખનૌ, 21 એપ્રિલ, 2025: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતી અરજી પર સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં સુનાવણી થઈ. આ મામલે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપતા 10 દિવસની અંદર રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.

અહેવાલ અનુસાર, કોર્ટે કેન્દ્રને સ્પષ્ટપણે પૂછ્યું કે, એ જણાવો કે રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં? આ કેસની આગામી સુનાવણી 5 મે નિર્ધારિત કરવામાં આવી છે. આજે સોમવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેને અપૂરતો ગણીને સરકારને વધુ સ્પષ્ટ જવાબ આપવાનો નિર્દેશ આપ્યો.

રાહુલ ગાંધીના નાગરિકત્વ અંગે કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીની નાગરિકતા શંકાસ્પદ છે, જેના આધારે તેમની લોકસભા સભ્યપદને પણ પડકારવામાં આવ્યું છે. હાઈકોર્ટની લખનૌ બેન્ચે આ મામલાને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારને ઝડપથી તથ્યો સાથે જવાબ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે આ મામલો રાષ્ટ્રીય મહત્ત્વનો છે અને તેમાં વિલંબ સ્વીકાર્ય નથી.

કોંગ્રેસ નેતાના નાગરિકત્વ અંગે અરજીકર્તાએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠવાથી તેમનું સંસદ સભ્યપદ પ્રભાવિત થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ આને “રાજકીય ષડયંત્ર” ગણાવીને કહ્યું છે કે આ વિપક્ષને નબળો પાડવાનો પ્રયાસ છે.

આ પણ વાંચોઃ સૂટકેસ કાંડમાં ઊલ્ટાપુલ્ટા! રઝિયાએ પતિ નૌશાદની હત્યા કરીને ટ્રોલીબેગમાં પૂર્યો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button