અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

શ્રમિકોને ગરમીથી બચાવવા ગુજરાત સરકારે લીધો નિર્ણય: ગુજરાતમાં બપોરે ૧ થી ૪ શ્રમિકોને કામમાંથી મુક્તિ

અમદાવાદ, 23 મે: શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આગામી દિવસોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે ગરમીમાં હીટવેવથી રક્ષણ આપવા સરકારે આદેશ બહાર પાડ્યો છે. ગુજરાતમાં બપોરે ૧ વાગ્યા થી સાંજના ૪ વાગ્યા દરમિયાન શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આદેશનો અમલ ન કરનારની સાઇડ કરવામાં આવશે સીલ

રાજ્યમાં ગરમીનો પ્રકોપ અને હીટવેવના કારણે બપોરના કોન્ટ્રાક્ટરોએ રાખેલા શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી પડશે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઈન્કાર કરે તો ખુદ શ્રમિકો ફરિયાદ કરી શકશે. બાંધકામની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર સરકારના આદેશનું પાલન નહીં કરે તો સાઇટ સીલ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.

ગરમીનો પારો હાઈ થતા બપોરના સમયે શ્રમિકોને અપાશે મુક્તિ

રાજ્યમાં ઘણી જગ્યાએ શ્રમિકોને હીટવેવની સ્થિતિમાં કામ કરવું પડે છે. અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પોયમેન્ટ એન્ડ એક્ટ હેઠળ બાધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને ઉનાળાની સિઝનમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે તેથી આવી સાઈટો બપોરના સમયે બંધ કરવામાં આવે કે જેથી શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે. શ્રમિકોને વિવિધ જોખમો સામે રક્ષણ મળી રહે તે માટે બપોરે ૧ થી ૪ કલાક દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તડકાની સીધી અસર પડે છે ત્યાં બાંધકામ પ્રવૃત્તિ કરાવનારા બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોને જૂન મહિના સુધી આ સમયગાળા પુરતો આરામ કે વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવી છે.

શું છે આ અંગેનો કાયદો?

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલાં આદેશમાં જણાવાયું છે કે આ રીતે ફાળવેલા વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો ૨૦૦૩ના નિયમ ૫૦(૨) મુજબનો વિશ્રામ સમય ગણવાનો રહેશે. એ ઉપરાંત નિયમ ૫૦(૩) પ્રમાણે આ રીતે આપવામાં આવનારા સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં ૧૨ કલાકથી વધે નહીં તેનું ધ્યાન રાખવાનું રહેશે.

આદેશનું પાલન ન કરનાર બિલ્ડર જૂથ સામે શ્રમિકો કરી શકશે ફરિયાદ

રાજ્ય સરકારના કાયદા પ્રમાણે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જૂથ જવાબદાર ગણાશે અને તેમની સામે પગલાં લેવાશે, જ્યારે જે શ્રમિકને બપોરના સમયે કામ કરવા આગ્રહ કરવામાં આવે તે હેલ્પલાઈન નં. 155372 ઉપર ફરિયાદ નોંધાવી શકે છે.

આ પણ વાંચો..ગુજરાતમાં હીટવેવની અસર યથાવત, જાણો તાપમાનનો પારો કેટલો રહેશે

Back to top button