ગુજરાતટ્રેન્ડિંગ

ગોંડલ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી, જાણો 10 કિલોનો ભાવ કેટલો બોલાયો

Mango Price in Gondal Market Yard : રાજકોટ જિલ્લાના ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું આગમન શરૂ થતાં કેરીપ્રેમીઓ ખાસ કરીને કેસર કેરીના શોખીનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ઉનાળાની ઋતુનું આગમન કેરીથી જ થાય છે અને તેમાં પણ કેસર કેરીને “ફળોનો રાજા” તરીકે ઓળખવામાં આવે છે.

ગોંડલ યાર્ડમાં પ્રથમ આવક આવતાં વેપારીઓ અને ગ્રાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. શરૂઆતમાં આવતી કેરીની માત્રા ઓછી હોય છે, પરંતુ તેની ગુણવત્તા અને સુગંધ લોકોને આકર્ષે છે. કેસર કેરી તેની મીઠાશ, રંગ અને ખાસ સુગંધ માટે જાણીતી હોવાથી બજારમાં તેની ખાસ માંગ રહે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, સીઝનની શરૂઆત હોવાથી ભાવ થોડા ઊંચા રહેવાની સંભાવના છે, પરંતુ આવક વધતા ભાવમાં સ્થિરતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે પણ આ સીઝન મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે કેરીના સારા ઉત્પાદનથી તેમને યોગ્ય આવક મળવાની આશા રહે છે.

Mango Price in Gondal Market Yard, ગોંડલ યાર્ડમાં કેસર કેરીનો ભાવ
IMAGE : AI

રાજકોટના ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ગીરની કેસર કેરીના 10 કિલોના 186 બોક્સની આવક થઈ હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે, જેમાં હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.4000 તથા નીચો ભાવ રૂપિયા 1000 બોલાયો હતો. ઉલ્લેખનીય છે કે, સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીનું હબ ગણવામાં આવે છે. જેનું મુખ્ય કારણ એ પણ છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે. આગામી દિવસોમાં કેરીની બજાર વધુ ગરમ રહેશે. વેપારીઓના મતે, શરૂઆતની કેરી મુખ્યત્ત્વે ગીર અને આસપાસના વિસ્તારોમાંથી આવી રહી છે.

કેસર કેરીની ઉંચી કિંમત તો બોલાઈ રહી છે, જો કે ગઈકાલે વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં કમોસવી વરસાદ વરસ્યો હતો અને હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતી છે. માવઠાને કારણે કેરીનો ફાલ બગડે તો ભાવમાં પણ ઘટાડો આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : સામાન્ય માણસને વધુ એક ઝટકો! પેટ્રોલનો ભાવ વધ્યો

Back to top button