Petrol Price Hike: સામાન્ય માણસને વધુ એક ઝટકો! પેટ્રોલનો ભાવ વધ્યો

Petrol Price Hike: મિડલ ઈસ્ટ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર દુનિયા પર પડી રહી છે. હવે આ યુદ્ધને પગલે જેનો ડર હતો તે સાચો પડી રહ્યો છે. ભારતમાં પેટ્રોલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ ચૂકી છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર સ્પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્ડના ભાવમાં પ્રતિ લિટર ₹2.09નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો વિવિધ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે.
#BREAKING | India hikes Speed/Power petrol price by ₹2.09, from ₹111.68 to ₹113.77 per litre, effective today pic.twitter.com/jGimSMCcCl
— WION (@WIONews) March 20, 2026
ઓઈલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે, જોકે હજુ નિયમિત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને વટાવી ગયા છે.
ડીલરોના મતે, HPCLના પાવર પેટ્રોલ અને IOCLના XP95 જેવા બ્રાન્ડેડ ઇંધણના ભાવમાં વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ સામાન્ય રીતે એન્જિનના સારા પ્રદર્શન અને વધુ માઇલેજ માટે થાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડૉલરથી ઉપર
શુક્રવારે યુએસે મુખ્ય યુરોપિયન દેશો અને જાપાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં જોડાવાની ઓફર કરી હતી અને યુનાઇટેડ સ્ટેટે ઓઈલનો પુરવઠો વધારવા માટે પગલાં લીધા હતા, તેમ છતા ક્રુડ ઓઈલની કિંમતો 100 ડૉલરના સ્તરથી ઉપર રહી હતી.
આ પણ વાંચોઃ રેશન કાર્ડ ધારકો માટે ગુડ ન્યૂઝ, અનાજને લઈને સરકારે કર્યું મોટું એલાન












