ગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

Gujarat budget 2026-27 : ગુજરાત બજેટમાં યુવા અને રોજગારીમાં શું છે ખાસ?

  • બજેટ 2026-27માં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન માટે 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે

HD ન્યુઝ ડેસ્કઃ Gujarat budget: VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે આજે રજૂ કરાયેલા બજેટમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યોછે. જેમાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવ્યા છે. જેના માટે કુલ ₹1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

  • VB-GRAM G માટે કુલ 1500 કરોડ
  • વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 5967 કરોડ

VB-G RAM G માટે 1500 કરોડની ફાળવણી

VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શિષ્યવૃત્તિ માટે 5967 કરોડની ફાળવણી

ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5967 કરોડની શિષ્યવૃત્તિ માટેની ફાળવણી કરાઈ છે.

એપ્રેન્ટિસ કરતાં તાલીમાર્થીઓએ ભથ્થું આપવા માટે 80 કરોડની જોગવાઈ

યુવાનોને રોજગારી માટે કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્‍ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્‍ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક ₹3000 સુધીની સહાય આપવા ₹80 કરોડની જોગવાઇ કરવામાં આવી છે

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ

ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹2 લાખ 50 હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹2 લાખ 50 હજારથી વધારીને ₹6 લાખ કરવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચોઃ નવું નજરાણું: બજેટમાં ગુજરાતને શું મળ્યું? લોકોને શું ફાયદો થશે?

Back to top button