ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત બજેટ 2026-27: 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ, યુવાનો માટે 4500થી વધુ નવી સરકારી જગ્યાઓની જાહેરાત

ગાંધીનગર: 18 ફેબ્રુઆરી, 2026: ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. ગયા વર્ષની સરખામણીમાં બજેટના કદમાં ₹37,803 કરોડનો માતબર વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં ખાસ કરીને યુવાનો, શિક્ષણ અને સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.

રોજગારના અવસર: 4546 નવી જગ્યાઓ ભરાશે

બજેટમાં યુવાનો માટે રોજગારીની મોટી તકો જાહેર કરવામાં આવી છે:

  • જનરક્ષક પ્રોજેક્ટ: DIAL 112 અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા 3000 નવી જગ્યાઓ ઊભી કરાશે.
  • મહેસૂલ વિભાગ: રાજ્યની વિવિધ મહેસૂલી કચેરીઓના કામકાજને વેગ આપવા 1546 નવી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.

ગૃહ વિભાગ અને સુરક્ષા માટે મોટી જોગવાઈ

  • ગૃહ વિભાગ માટે કુલ ₹14,265 કરોડ ફાળવવામાં આવ્યા છે:
  • પોલીસ કર્મચારીઓ માટે આગામી 5 વર્ષમાં 20,444 રહેણાંક મકાનો બનાવવાનું આયોજન.
  • સુરક્ષા માટે 4 Anti-Drone Systems અને સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ માટે 50 સ્પેશિયલ ઓપરેશનલ વ્હીકલ્સની ખરીદી કરાશે.

શિક્ષણ અને લાઈબ્રેરી ક્ષેત્રે ‘નમો’ યોજનાઓનો દબદબો

  • નમો સેન્ટ્રલ લાઇબ્રેરી: ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરી બનશે, જે માટે ₹100 કરોડ ફાળવાયા છે.
  • ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી: આદિજાતિ વિસ્તારોના 15 તાલુકાઓમાં નવી લાઈબ્રેરીઓ ખુલશે.
  • નમો સરસ્વતી અને નમો લક્ષ્મી: વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ₹250 કરોડ અને ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે ₹1250 કરોડની જોગવાઈ.
  • નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: ITI માં ભણતી દીકરીઓ માટે આ નવી યોજના હેઠળ ₹40 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  • નવી GIDC: દાહોદ (ઝાલોદ અને ગરબાડા), અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે.
  • MSME ટેકો: નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ₹1775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • મહેસૂલી ભવન: સુરેન્દ્રનગર, લાઠી અને પાટણ સહિતના વિસ્તારોમાં નવા મહેસૂલી ભવનોનું નિર્માણ થશે.

 

Back to top button