ભાવનગરમાં ત્રાપજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર, 5 લોકોના મોત
Bhavnagar trapaj accident: ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેલર અને ફોર-વ્હીલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 5 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
અકસ્મતમાં ફોર-વ્હીલમાં સવાર લોકો ગંભીર રીતે અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના સ્ટાફ હોવાની માહિતી
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લોકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડના બે અલગ-અલગ પ્લોટના સ્ટાફ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, મૃતકોની ચોક્કસ ઓળખ અને અન્ય વિગતો અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ ઘટનાસ્થળે પહોંચી
અકસ્મતની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ત્રાપજ પાસે બનેલી આ ગમખ્વાર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં જ મોટો વિવાદ! પાકિસ્તાન ચેમ્પિયન્સે WCLમાંથી નામ પાછું ખેંચ્યું











