ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : હવે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા ચૂકવવી પડશે ફી

Gujarat News : અમદાવાદના પ્રસિદ્ધ GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે પાસ ખરીદવા પડશે. અત્યાર સુધી GMDC ગ્રાઉન્ડમાં ગરબા પ્રેમીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેતો હતો, પરંતુ આ વર્ષથી ગુજરાત પ્રવાસન વિભાગે ઓનલાઈન પાસ વેચવાનું આયોજન કર્યું છે.પ્રવાસન વિભાગ દ્વારા ગરબા રસિકો માટે અલગ-અલગ ઝોન મુજબ પાસના દર નક્કી કરાયા છે.

સવારે 4 કલાક સુધી ગરબાની રમઝટ બોલાવી શકાશે

જેમાં સેલિબ્રેશન ઝોન માટે 100 રૂપિયા, જ્યારે પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન માટે  200 રૂપિયા ચાર્જ લેવાશે. આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ સવારે 4 કલાક સુધી ગરબાની રમઝટ બોલાવી શકશે. સમયપત્રક મુજબ, ટ્રેડિશનલ ગરબા સાંજે 5:00 કલાકથી રાત્રે 12:00 કલાક સુધી ચાલશે. જ્યારે મંડલી ગરબા: રાત્રે 12:00 કલાકથી સવારે 4:00 કલાક સુધી ચાલશે.

2003માં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું હતું

2૦૦માં નવરાત્રી ઉત્સવ દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું હતું . ભારત સરકાર, યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (UNIDO), ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) અને CIIના સહયોગથી રાજ્યના બે મુખ્ય વ્યાપારી શહેરો – અમદાવાદ અને સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2૦૦3 ) દરમિયાન ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરોએ રાજ્ય સરકાર માટે નોડલ એજન્સી તરીકે કામ કર્યું હતું.

 વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને ગરબા માટે મહત્વનું

નોંધનિય છે કે, આજે અમદાવાદનું વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દેશ-વિદેશના લોકો માટે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને ગરબાનો અનુભવ કરાવતું મહત્વનું આયોજન બની ગયું છે. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મહોત્સવમાં  દેશ-વિદેશના મહેમાનોની હાજરી જોવા મળે છે. નવ દિવસ અહીં રાજ્યની લોક કલા અને સંસ્કૃતિનું તાદશ્ય જોવા મળે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગુજરાતના ગરબાએ વિદેશમાં પણ આકર્ષણ જમાવ્યું

નોધનિય છે કે, ગુજરાતના ગરબાએ વિદેશમાં પણ આકર્ષણ જમાવ્યું છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ ગુજરાતની કલા સંસ્કૃતને  ત્યાં જીવંત રાખી રહ્યાં છે. તેમજ આ નવરાત્રિના ગરબાનું સ્વરૂપ સમય સાથે સતત બદલાય રહ્યું છે. ગરબી મંડળના ગરબા શેરી ગરબામાં સુધી પહોંચ્યા અને ત્યારબાદ પાર્ટી પ્લોટમાં અર્વાચીન ગરબાનું એક તદન નવું જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવે આ ગરબામાં મંડલી ગરબાનો ઉમેરો થયો છે. ખેલૈયામાં મંડલીના સ્ટેપને અનેરૂ આકર્ણષ જમાવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ગણેશ વિસર્જન દરમ્યાન કરુણાંતિકા, અલગ-અલગ જગ્યાએ 10 લોકોના ડૂબી જવાથી મોત

Back to top button