ગુજરાતટોપ ન્યૂઝ

IMD: દેશના 10 રાજ્યોમાં વરસાદની ચેતવણી, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

Weather Update : દેશના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યા છે. ઓછા દબાણના પ્રભાવને કારણે, ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે આજે જાણો હવાવાન વિભાગની આગાહી.

શિયાળાનો અંતિમ તબક્કામાં પ્રવેશ

ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને હવે થોડા દિવસોની જ વાર છે, ત્યારે દેશમાં શિયાળો અંતિમ તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે આ વખતે વરસાદની સાથે વાવાઝોડાની પણ આગાહી છે, જેની ઝડપ 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ભારે પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

લોકોને સાવચેત રહેવાની હવામાન વિભાગની સલાહ

હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. પહાડી રાજ્યોમાં વધુ મુશ્કેલી આવી શકે છે. કોઈપણ રાજ્યમાં મુસાફરી કરવાનો પ્લાન હોય તો હવામાન વિભાગ (IMD)નું અપડેટ જાણીને જ મુસાફરી કરજો નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો. કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે તો ઘણા રાજ્યોમાં આકરી ગરમી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે (22 ફેબ્રુઆરી 2026) તમિલનાડુ, કેરળ અને માહેના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 24 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટક અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા, અને ભયાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા છે.

10 રાજ્યોમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી 10 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

ઉત્તર ભારતમાં તાપમાન વધશે.

આગામી સાત દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે, હાલમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યા નથી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ શરૂઆતના દિવસોમાં તાપમાન સ્થિર રહેશે, જે પછીથી થોડો ઘટાડો શક્ય છે.

રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે?

IMDના જણાવ્યા મુજબ, રાજસ્થાનના હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. જોકે, ઘણા જિલ્લાઓમાં તાપમાન વધશે. જે જિલ્લાઓમાં તાપમાન વધશે તેમાં જયપુર, અજમેર, ભીલવાડા, બિકાનેર, જોધપુર, ભરતપુર, બાડમેર, અલવર, જેસલમેર અને ઉદયપુરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જો કે રાજ્યમાંથી હવળે હળવે શિયાળો વિદાઈ લઈ રહ્યો છે. બપોર બાદ ભારે ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જો કે સવારે અને રાત્રીના સમયે હજુ પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધી શકે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : પાક.ની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક, આતંકીઓના ઠેકાણાઓનો નાશ કરવાનો દાવો

Back to top button