Ahmedabad: એક કાર પર ₹40 લાખનો ટેક્સ! AMCએ વ્હીકલ ટેક્સમાંથી કરી અધધધ કમાણી

Ahmedabad: અમદાવાદની લાઈફસ્ટાઈલમાં ઘણું પરિવર્તન થયું છે શહેરીજનોમાં હવે લક્ઝરી તેમજ મોંઘી કાર લેવાનો શોખ વધ્યો હોય તેવું પ્રતિબિંબ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં વ્હીકલ ટેક્સને લઈને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ટેક્સ વસૂલાતની રકમ 106 ટકા વધી
અમદાવાદમાં કાર પર ટેક્સ વસૂલાતની રકમ 2025-26માં 106 ટકા વધીને રુપિયા 231 કરોડથી વધુ થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ રોલ્સ-રોયસના માલિક હતા, જેમણે વાહન ટેક્સ માટે 40 લાખથી વધુ ટેક્સ ચૂકવ્યો, આ એક એવી રકમ છે જે એક સમયે ઘણી મધ્યમ-રેન્જની કાર ખરીદી શકાતી હતી.
એક વર્ષમાં આટલી કાર નોંધાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને આ નાણાકીય વર્ષ માટે રુપિયા 231.18 કરોડની વ્હીકલ ટેક્સની આવક થઈ છે, જે ગયા વર્ષની આવક કરતાં નોંધપાત્ર વધારો છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ વર્ષે કુલ 59,785 કાર નોંધાઈ હતી, જેમાં ટેક્સપેયરે ફક્ત આ કારો પર રુપિયા 173.96 કરોડ ટેક્સ ચૂકવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લક્ઝરી કાર સેગમેન્ટમાં મજબૂત યોગદાન
જો ટેક્સ ચૂકવણીની વાત કરવામાં આવે તો લક્ઝરી કાર સેગમેન્ટમાં મજબૂત યોગદાન જોવા મળ્યું હતું. રુપિયા 40 લાખની ટેક્સ ચુકવણી સાથે યાદીમાં ટોચ પર રહેલી રોલ્સ-રોયસ પછી, ફેરારી SF90ના માલિકે રુપિયા 26 લાખ કર ચૂકવ્યા હતા. આ પછી અનેક જગુઆર અને મર્સિડીઝ-બેન્ઝ માલિકો પણ ટોચના દસ ટેક્સ આપનારોમાં સ્થાન ધરાવે છે. આ યાદીમાં મર્સિડીઝ-બેન્ઝ મોડેલો જ ચાર સ્થાન પર છે, જેમની ટેક્સ ચૂકવણી રુપિયા 12.40 લાખથી રુપિયા 13.80 લાખ સુધીની છે. માસેરાતીએ રુપિયા 12 લાખના ટેક્સ ચૂકવણી સાથે ટોપ ટેનની યાદી પૂર્ણ કરી છે.
આ પણ વાંચો : ધોરાજી નજીક ખાનગી બસ બે-ત્રણ ગોથા ખાઈ ગઈ, 22 મુસાફરો ઘાયલ












