ધોરાજી નજીક ખાનગી બસ બે-ત્રણ ગોથા ખાઈ ગઈ, 22 મુસાફરો ઘાયલ

Dhoraji Bus Accident: ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માતના કારણે રોડ પર હાહાકાર મચી ગયો હતો. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર ગોથા ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 પૈકી 19 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
રોડ પર સર્જાયેલા આ ભયાનક અકસ્માતના કારણે ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. તમામ 22 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 6 મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ કાબુ ગુમાવતા રોડ ઉપરની બે મોટર સાયકલને પણ હડફેટે લીધી હતી, ત્યાર બાદ બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 6 જેટલા મહિલા પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચી છે જેમને વધુ સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી જૂનાગઢ રિફર કરાયા છે.
આ પણ વાંચો: IPL ઈતિહાસના 10 ઓલટાઈમ રેકોર્ડ્સ, આજ સુધી કોઈ તોડી શક્યું નથી












