ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: અનોખી ભક્તિ, શરીરે 25 કિલો લોખંડની સાંકળ બાંધી માતાના મઢ સુધીની પદયાત્રા

  • યુવાન માતાજીની અપાર શ્રદ્ધા સાથે કચ્છની વાટે ચાલી નીકળ્યો
  • શરીરને અંદાજે 25 કિલોની લોખંડની સાંકળના ભાર સાથે
  • રસ્તામાં સેવાભાવી લોકો પણ ખૂબ સેવા કરે છે – રાહુલ બારોટ

દેશ અને ગુજરાત તથા વિદેશોમાં પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રીના પર્વ પર ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

યુવાન માતાજીની અપાર શ્રદ્ધા સાથે કચ્છની વાટે ચાલી નીકળ્યો

ગુજરાતમાં દર વર્ષની પરંપરા અનુસાર નવરાત્રીની પગપાળા કચ્છ માતાના મઢ ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ વર્ષોથી ભક્તોના સંઘ આ પદયાત્રા જાય છે. પરંતુ જામનગરનો એક યુવાન હાલ ખૂબ ચર્ચામાં આવ્યો છે. તે શરીરને અંદાજે 25 કિલોની લોખંડની સાંકળના ભાર અને માતાજીની અપાર શ્રદ્ધા સાથે કચ્છની વાટે ચાલી નીકળ્યો છે.

રસ્તામાં સેવાભાવી લોકો પણ ખૂબ સેવા કરે છે

જામનગરમાં રહેતા રાહુલ બારોટ નામના યુવાને જણાવ્યું કે હું હાલ શરીરે 25 કિલો જેટલી લોખંડની સાંકળના વજન સાથે કચ્છ માતાના મઢની પદયાત્રા કરી રહ્યો છું. દર વર્ષે જામનગરમાં આ રીતે અનેક યુવાનો પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. હાલ રાહુલ બારોટની યાત્રા અડગ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે ધ્રોલ નજીક પહોંચી છે. તેમણે કહ્યું કે શ્રદ્ધાની આંખે આગળ વધતા મને થાક પણ નથી લાગતો અને રસ્તામાં સેવાભાવી લોકો પણ ખૂબ સેવા કરે છે.

આ પણ વાંચો: ગુજરાત: દહેગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, પતિએ કેટલાક શખ્સો સામે આરોપ લગાવ્યા 

Back to top button