ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત STનો હાઈટેક નિર્ણય: હવે બસમાં QR કોડ સ્કેન કરીને મુસાફરો કરી શકશે ફરિયાદ, ત્વરિત લેવાશે એક્શન

GSRTC QR Code Feedback: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધાઓ અને સેવાની ગુણવત્તા સુધારવા માટે એક નવીન પહેલ કરવામાં આવી છે. હવે એસટી બસોમાં મુસાફરી કરતા લોકો પોતાની સીટની સામે લગાડેલા QR કોડને સ્કેન કરીને સીધી જ ફરિયાદ કે સૂચન નોંધાવી શકશે. આ સિસ્ટમ દ્વારા મળતી ફરિયાદો પર નિગમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

ફરિયાદ મળતા જ એક્શન: એસી બસોમાં લગાવ્યા એર ફ્રેશનર

આ ટેક્નોલોજીનો પ્રભાવ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કેટલાક મુસાફરોએ એસી અને વોલ્વો બસોમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ QR કોડ દ્વારા કરી હતી. આ ફરિયાદ મળતા જ નિગમે તરત જ બસોમાં એર ફ્રેશનર લગાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. મુસાફરો આ સિસ્ટમ દ્વારા સેવાનું રેટિંગ પણ આપી શકે છે.

સુરક્ષા અને સ્ટાફના વર્તનને મળ્યું શ્રેષ્ઠ રેટિંગ

માર્ચ 2026 ના આંકડા મુજબ, GSRTC ને 1,702 મુસાફરો તરફથી ફીડબેક મળ્યા છે, જેમાં સરેરાશ સંતોષ રેટિંગ 5 માંથી 4.5 રહ્યું છે. ખાસ કરીને સુરક્ષાને 4.7, સ્ટાફના વર્તનને 4.6 અને સફાઈને 4.5 રેટિંગ મળ્યું છે.

બસ ડેપોમાં પણ લાગશે QR કોડ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પરિવહન ક્ષેત્રે સતત સુધારા થઈ રહ્યા છે. પહેલા દરરોજ 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા, જે હવે વધીને 27 લાખ થઈ ગયા છે. આગામી સમયમાં તમામ બસ ડેપોમાં પણ સફાઈ અને સુવિધાઓ માટે અલગ-અલગ QR કોડ લગાવવામાં આવશે, જેથી પારદર્શિતા અને જવાબદારી વધારી શકાય.

આ પણ વાંચોઃ કોર્પોરેટ જગતમાં ધર્માંતરણનો ખળભળાટ: TCS બાદ અમૃતા ફડણવીસનો એક્સિસ બેંક પર મોટો દાવો

આ પણ વાંચોઃ દેશમાં વધતા માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટ કડક, જાણો કયા નવા નિયમો અમલમાં મૂકવાના આદેશ આપ્યા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button