ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા: ફોર્મ ભરવાની મુદતમાં 2 દિવસનો વધારો, હવે 16 મે સુધી કરી શકાશે અરજી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026ની પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવાની અને ફી ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય, તેઓ હવે વધુ બે દિવસ એટલે કે 16 મે 2026 (સાંજે 17:00 કલાક) સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

કોણ આપી શકશે પૂરક પરીક્ષા?

બોર્ડની સૂચના મુજબ, નીચે મુજબના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકશે:

જે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી-માર્ચ 2026ની મુખ્ય પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હોય.

જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ (નાપાસ) થયા હોય અને ગુણપત્રકમાં ‘Needs Improvement’ ધરાવતા હોય.

જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં પાસ થયા છે પરંતુ પોતાનું પરિણામ સુધારવા (Improvement) ઈચ્છતા હોય.

આવેદન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન

પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org અથવા hscscipurakreg.gseb.org પરથી કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ રૂબરૂ કે ટપાલ દ્વારા આવેદન કરવાનું નથી, માત્ર શાળા મારફતે ઓનલાઈન માધ્યમથી જ ફી અને ફોર્મ સ્વીકારવામાં આવશે.

 

 

 

કન્યા અને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ નોંધ

સરકારના નિયમ મુજબ, કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ (Handicapped) ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, ફી માંથી મુક્તિ હોવા છતાં આ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જો શાળા દ્વારા ઓનલાઈન આવેદનમાં રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે, તો આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે નહીં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો :ભારતીય જહાજ બાદ હવે યુએઈ શિપ પર ઈરાનની નજર

Back to top button