ટ્રેન્ડિંગનેશનલ

સરકારે ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટી વધારી, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Fuel Export Duty Hike: કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવા અને મોંઘવારી પર લગામ કસવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. શનિવારે સરકારે ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF) પરની એક્સપોર્ટ ડ્યુટીમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.

ડીઝલ અને જેટ ફ્યુઅલ પર નવો ટેક્સ

નવા ફેરફાર મુજબ, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી પ્રતિ લિટર ₹21.5 થી વધારીને ₹55.5 કરી દેવામાં આવી છે, જે અગાઉ કરતા બમણાથી પણ વધુ છે. તેવી જ રીતે, જેટ ફ્યુઅલ પરનો એક્સપોર્ટ ચાર્જ પ્રતિ લિટર ₹29.5 થી વધારીને ₹42 કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલ પરની એક્સપોર્ટ ડ્યુટી પહેલાની જેમ શૂન્ય રાખવામાં આવી છે.

કેમ લેવાયો આ નિર્ણય?

વૈશ્વિક સ્તરે એનર્જીના ભાવમાં અનિશ્ચિતતા અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $100 ની આસપાસ રહેતા સરકારે આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે રિફાઈનિંગ કંપનીઓ વધુ નફાની લાલચમાં ઈંધણ વિદેશ મોકલવાને બદલે દેશના આંતરિક બજારની જરૂરિયાતોને પ્રથમ પ્રાથમિકતા આપે.

તેલ કંપનીઓ પર અસર

આ નિર્ણયથી તે તેલ કંપનીઓને ફટકો પડશે જેઓ મોટા પાયે વિદેશમાં ડીઝલ અને જેટ ફ્યુઅલ સપ્લાય કરે છે. જોકે, પેટ્રોલમાં કોઈ ફેરફાર ન હોવાથી તેનો કારોબાર પ્રભાવિત થશે નહીં. ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર લાગુ થતા તેલના ભાવમાં થોડી સ્થિરતા આવી છે, પરંતુ જોખમ હજુ પણ તોળાઈ રહ્યું હોવાથી સરકારે આ સુરક્ષાત્મક પગલું ભર્યું છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: પેન્શનરોને કર્મચારીઓ જેટલું જ મોંઘવારી ભથ્થું આપવું પડશે

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચન પર જોક મારી ફસાયો સમય રૈના: વિવાદ વચ્ચે Big-B એ આપ્યો જવાબ!

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button