અમિતાભ બચ્ચન પર જોક મારી ફસાયો સમય રૈના: વિવાદ વચ્ચે Big-B એ આપ્યો જવાબ!

Samay Raina Controvery: કોમેડિયન સમય રૈના તેના નવા સ્ટેન્ડ-અપ શો ‘સ્ટિલ અલાઇવ’ (Still Alive) ને કારણે ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયો છે. આ શોમાં સમય રૈનાએ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ રહી છે.
શું હતો વિવાદ?
સમય રૈનાએ તેના શોમાં પોલિયોની એડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મને વિચાર આવતો હતો કે અમિતાભ બચ્ચનને પૂછું- સર, તમે આટલી બધી પોલિયોની એડ કરી, છતાં તમારા પુત્રને પોતાના પગ પર કેમ ઊભો ન કરી શક્યા?” આ જોક વાયરલ થતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અભિનેતા એજાઝ ખાને પણ સમય રૈનાને ‘બદતમીઝ’ ગણાવી સુધરી જવાની ધમકી આપી છે.
Samay Raina roasting amitabh bachchan, don’t miss 0:21 sec 😂🔥 pic.twitter.com/f9RUXp1mr3
— Aditya. (@Adityaverce) April 7, 2026
અમિતાભ બચ્ચનની સૂચક બ્લોગ પોસ્ટ
આ વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને તેમના નવા બ્લોગમાં મનની શાંતિ અને ઈન્ટરનેટના તોફાન વિશે વાત કરી છે. બિગ બીએ લખ્યું, “દરરોજ નવા વિચારો અને કલ્પનાઓ આવે છે. ઈન્ટરનેટનું તોફાન એટલું ઝડપી છે કે તે તમારું ધ્યાન ઘણી બધી વસ્તુઓ તરફ ખેંચે છે, જેના કારણે ‘સાચી વસ્તુ’ શું છે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.”
બચ્ચને વધુમાં ઉમેર્યું કે, “ક્યારેક તમે બધું છોડીને આરામથી બેસી જાઓ છો એ આશામાં કે મન પોતાની મનમાની બંધ કરી દેશે, પણ એવું થતું નથી. આજની દુનિયામાં જ્યાં માહિતી સતત બદલાતી રહે છે, ત્યાં કોઈ એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ છે.” જોકે, બિગ બીએ સીધી રીતે સમય રૈનાનું નામ લીધું નથી, પરંતુ તેમની આ પોસ્ટને વર્તમાન વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ અક્ષય તૃતીયા 2026: 19 એપ્રિલે સોનું ખરીદવાનું મહામુહૂર્ત, ભગવાન કુબેર આ 4 રાશિઓ પર થશે મહેરબાન
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો











