ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આ સ્કીમમાં આપી રહી છે રૂ. 20 લાખની લોન

નવી દિલ્હી, 1 જુલાઇ, 2025: શું તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો? અને પરંતુ પૂરતી મૂડીના અભાવમાં બિઝનેસ શરૂ કરી શકતા નથી? તો ચાલો જાણીએ સરકારી એક એવી સ્કીમ વિશે જેમાં લોકોને ખુદનો કારોબાર શરૂ કરવા માટે રૂ. 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

આ યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. જે ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ સરકાર લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે લોન આપે છે. સ્કીમની પૂરી વિગતો આ પ્રમાણે છે.

20 લાખ સુધીની લોન આપે છે સરકાર

સરકારની આ યોજનામાં નોન-એગ્રીકલ્ચર ક્ષેત્રના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને નાણાંકીય સહાય આપવામાં આવે છે. પહેલા પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર નાના વેપારીઓ અને યુવા ઉદ્યમીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન આપતી હતી, પરંતુ તેમાં વધારો કરીને હવે 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

ત્રણ પ્રકારની લોન આપે છે સરકાર

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, સરકાર ત્રણ પ્રકારની લોન આપે છે. આમાં શિશુ શ્રેણી, કિશોર શ્રેણી અને તરુણ શ્રેણીનો સમાવેશ થાય છે. જો આપણે શિશુ શ્રેણી વિશે વાત કરીએ, તો સરકાર 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. જ્યારે કિશોર શ્રેણી માટે, 50 હજાર રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ ઉપરાંત, તરુણ શ્રેણી હેઠળ, 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. તરુણ શ્રેણીમાં, જેમણે પહેલાથી જ લોન લીધી છે અને તેને ચૂકવી દીધી છે, તેમને 20 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.

કેવી રીતે અરજી કરવી?

તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે, તમારે સત્તાવાર પોર્ટલ www.udyamimitra.in પર જવુ પડશે.

ઓફલાઈન અરજી કરવા માટે, તમે કોઈપણ બેંક અથવા NBFC અથવા MFIની નજીકની શાખામાં જઈ શકો છો. આ માટે, આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ જેવા ઓળખ પુરાવા અથવા રહેણાંક પુરાવા માટે કોઈપણ તાજેતરના ઉપયોગિતા બિલની જરૂર પડશે. વ્યવસાય પ્રમાણપત્ર તરીકે વ્યવસાયનું નામ, નોંધણી, નોંધણી તારીખ વગેરે જરૂરી છે.

આ પણ વાંચોઃ આજથી આ રાજ્યમાં આવા વાહનોને નહીં મળે ઇંધણ

Back to top button