કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ગોપાલ ઇટાલિયાએ આપના કાર્યકરોને બે લાખમાં ખરીદવાનો ભાજપ-કોંગ્રેસ પર લાગવ્યો આરોપ આ રહ્યા પુરાવો…

વિસાવદર 17 જૂન 2025: વિસાવદર પેટા ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે. બે દિવસ બાદ એટલે કે 19 જૂન અહીં મતદાન થવાનું છે, આ પહેલા ભાજપ અને કોંગ્રેસ પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મોટા આરોપો લગાવ્યા છે, ગોપાલ ઇટાલિયાએ આપના કાર્યકરોને બે લાખમાં ખરીદવાનો આરોપ લગાવ્યો છે, ઈટાલિયા આ વાતના પૂરાવા રૂપે એક વીડિયો લઇને ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા વિસાવદર વિધાનસભા બેઠક પર મોટો ચૂંટણી તમાશો શરૂ થયો છે.

ગુજરાતમાં આગામી 19 જૂને કડી અને વિસાવદર બન્ને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે. આ પહેલા વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ રોચક બન્યો છે. હાલમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉપર કાર્યકરોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ગોપાલ ઇટાલિએ એક વીડિયોને સબૂત તરીકે રજૂ કર્યા બાદ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગોપાલનું કહેવું છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્નેએ તેમના કાર્યકરોને વિસાવદરની સાયોના હૉટલમાં ખરીદવાનો પ્રયાસ કર્યો છે, બે લાખ રૂપિયામાં આપ કાર્યકરોને ગોપાલ અને આપની વિરૂદ્ધમાં પ્રચાર કરવા માટે સમગ્ર ષડયંત્ર રચાયુ હોવાના આરોપ લગાવ્યા છે. ગોપાલે વીડિયો સાથે જણાવ્યું કે, આપના વિસાવદર તાલુકા મહામંત્રીને 2 લાખ રૂપિયા આપીને ખરીદવાનો પ્રયાસનો થયો હતો.

વિસાવદર પેટાચૂંટણી જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય પક્ષોના ઉમેદવારો જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. એકબીજા પર કટાક્ષો અને શબ્દબાણો છોડી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસે હાલમાં જ ભાજપ અને આપ પર મોટા આરોપો લગાવ્યા છે. વિસાવદરની બેઠક જીતવા કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવતા રાત્રી બેઠકો શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાજુલા નજીક કાર તણાઈ, એકનું મોત ત્રણનો ચમત્કારિક બચાવ

Back to top button