અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાજુલા નજીક કાર તણાઈ, એકનું મોત ત્રણનો ચમત્કારિક બચાવ

અમરેલી 17 જૂન 2025: અમરેલી જિલ્લામાં ગઈ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેથી ભારે તારાથી સર્જાઈ છે. સાવરકુંડલા અને રાજુલા પંથકમાં એક સાથે 10 ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ગત રાત્રિના સમયે બાબરા નજીક નાની કુંડળ ગામમાં આવેલા કોઝવેમાં કાર ફસાઈ હતી જેમાં ત્રણ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા તેનો જીવ બચી ગયો હતો, પરંતુ રાજુલાના ઉટીયા થી રાજપરડા નજીક કાર પાણીના પ્રવાહમાં તણાતા એક વ્યક્તિનું મોત થયું છે.
નાની કુંડળ ગામ નજીક કાર ફસાઈ ત્રણનો બચાવ
અમરેલી જિલ્લામાં પાછલા 24 કલાકથી જે રીતે વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને હવે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે,ગત રાત્રીના સમયે અમરેલી જિલ્લાના રાજુલા સાવરકુંડલા અને લીલીયા પંથકમાં સાતથી લઈને 10 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.
બાબરાના નાની કુંડળ ગામ નજીક એક કાર કોઝવેમાં ફસાઈ હતી, જેમાં બે પુરુષ અને એક બાળક મુસાફરી કરી રહ્યા હતા. પુરના પાણીમાં કાર ફસાતા ત્રણેય મુસાફરો કારના બોનેટ પર બેસીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે 108 ફાયર પોલીસ અને વહીવટી તંત્રની બચાવ કામગીરી બાદ ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવારે બે પુરુષ અને એક બાળક રાજકોટ જિલ્લાના રહેવાસી હોવાનું જણાયું છે.
રાજુલામાં કાર તણાતા એક વ્યક્તિનું મોત
ગત રાત્રિના સમયે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદ પડતા મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યુ હતું, ત્યારે રાજુલા તાલુકાના રાજપરડા ઉટીયા વચ્ચે વહેલી સવારે એક કાર નદીના ધસમસતા પૂરમાં તણાઈ હતી તણાયેલી કાર બ્રિજ નીચે ફસાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજને તોડીને કારણે બહાર કાઢવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિનુ મોત થયું છે. હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને રાજુલા,લીલીયા અને સાવરકુંડલા તાલુકામાં વરસાદને પગલે પણ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સાવચેતીના પગલે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે
આ પણ વાંચો: અમદાવાદના લોકો સાચવજો: આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જાણો અન્ય જિલ્લામાં કેવી રહેશે વરસાદની સ્થિતિ












