ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Google તમારા ફોટા અને વૉઇસ ડેટાનો AI માટે ઉપયોગ કરી શકે છે, પ્રાઈવસી માટે આ સેટિંગ બંધ કરો

Tech News: દુનિયાની સૌથી મોટી ટેક કંપની Google પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમને વધુ અદ્યતન બનાવવા માટે યુઝર્સના ફોટા, ઓડિયો અને અન્ય મીડિયા ડેટાનો ઉપયોગ કરવાની નવી તૈયારી કરી રહી છે. આ બદલાવને લઈને પ્રાઈવસી અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.

કંપનીના સપોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર, Google એક નવું Search Services History ફીચર રજૂ કરી રહી છે. આ ફીચર હેઠળ Google Lens, Voice Search, Search Live, Google Translate સહિતની સેવાઓમાં અપલોડ થયેલા ફોટા, ઓડિયો અને અન્ય મીડિયા ફાઈલોને સાચવી શકાય છે.

શું બદલાઈ રહ્યું છે?

નવી સિસ્ટમ હેઠળ Google નીચેનો ડેટા સેવ કરી શકે છે:

  • Google Lensમાં અપલોડ કરેલી તસવીરો
  • Voice Searchની રેકોર્ડિંગ
  • Search Live દરમિયાન થયેલી મીડિયા એક્ટિવિટી
  • Google Translateની Speaking Practice રેકોર્ડિંગ
  • યુઝર દ્વારા અપલોડ કરેલી અન્ય મીડિયા ફાઈલો

ઘણા યુઝર્સને હવે Google Account Settingsમાં નોટિફિકેશન પણ જોવા મળી રહ્યું છે કે Search Services સાથે જોડાયેલ મીડિયા હવે Web & App Activityમાં સેવ થઈ શકે છે.

AI ટ્રેનિંગ માટે કેમ જરૂરી છે આ ડેટા?

AI મોડલ્સને વધુ સ્માર્ટ બનાવવા માટે માત્ર લખાણ પૂરતું નથી. તસવીરો, ઓડિયો અને વિડિયો દ્વારા AI વાસ્તવિક દુનિયાને વધુ સારી રીતે સમજી શકે છે. તેથી વિશ્વભરની ટેક કંપનીઓ આવા ડેટા એકત્રિત કરવા પર ભાર મૂકી રહી છે.

ડેટા ડિલીટ કર્યા પછી પણ 4 વર્ષ સુધી રહી શકે છે સુરક્ષિત

Googleના જણાવ્યા અનુસાર AI ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતો મીડિયા ડેટા યુઝરના મુખ્ય એકાઉન્ટથી અલગ રાખવામાં આવશે. જો યુઝર પોતાની મૂળ એક્ટિવિટી ડિલીટ પણ કરી દે, તો પણ આ ડેટા 4 વર્ષ સુધી કંપની પાસે સુરક્ષિત રહી શકે છે. કંપનીનું કહેવું છે કે આ ફીચર સર્ચ રિઝલ્ટ વધુ સચોટ બનાવવા અને જૂની એક્ટિવિટી ફરીથી શોધવામાં મદદરૂપ થશે.

પ્રાઈવસી એક્સપર્ટ્સે શું કહ્યું?

પ્રાઈવસી નિષ્ણાતોનું માનવું છે કે ઘણી ટેક કંપનીઓ આવા ફીચર્સને ડિફોલ્ટ રીતે ચાલુ રાખે છે. તેથી જો કોઈ યુઝર પોતાના ફોટા કે અવાજનો ઉપયોગ AI ટ્રેનિંગ માટે ન થવા દેવા માંગતો હોય તો તેણે જાતે જ આ સેટિંગ બંધ કરવું પડશે.

આ રીતે બંધ કરો આ સેટિંગ

જો તમારા Google એકાઉન્ટમાં આ ફીચર ઉપલબ્ધ થઈ ગયું હોય તો નીચે મુજબ તેને બંધ કરી શકો છો:

  • Google My Activity પેજ ખોલો.
  • Search Services History વિકલ્પ પસંદ કરો.
  • Save Media વિકલ્પ પર જાઓ.
  • તેની સામે રહેલો ટિક (✔) દૂર કરી દો.

આ પછી Google તમારા અપલોડ કરેલા ફોટા, ઓડિયો અને અન્ય મીડિયા ફાઈલોને AI ટ્રેનિંગ માટે સેવ નહીં કરે.

યુઝર્સ માટે શું મહત્ત્વનું?

AI ઝડપથી વિકસી રહ્યું છે અને તેની સાથે વ્યક્તિગત ડેટાના ઉપયોગ અંગે પણ પ્રશ્નો વધી રહ્યા છે. જો તમે તમારી પ્રાઈવસી અંગે સજાગ છો, તો સમયાંતરે તમારા Google Accountની Privacy Settings ચકાસવી અને જરૂરી ફેરફાર કરવો વધુ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચોઃ ક્રૂડ તેલ થયું સસ્તું : તેમ છતાં નહીં ઘટે પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો તેલ કંપનીની યોજના
Back to top button