ટ્રેન્ડિંગબિઝનેસ
હવે સોનાને લઈને મોટા સમાચાર, તહેવાર પહેલા સરકારે વધાર્યો આ ચાર્જ

Gold Hallmarking Charges Hike 2026 : તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો છે. તેમાં 67 ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં આ ચાર્જ રૂ. 45 હતો, પરંતુ હવે તેને વધારીને રૂ. 75 કરી દેવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
હોલમાર્કિંગ ફી સોનાના દાગીના અને આર્ટવર્ક પર લાગે છે. હવે પ્રતિ આર્ટિકલ રૂ. 45 ની જગ્યાએ રૂ. 75 ચૂકવવા પડશે. આ ફેરફાર બીઆઈએસ (હૉલમાર્કિંગ) સંશોધન નિયમો, 2026 હેઠળ અમલમાં આવ્યો છે. જોકે, આ ફી વધારાનો અર્થ એવો બિલકુલ નથી કે ગ્રાહકોએ ફરજિયાતપણે રૂ. 30 નો વધારાનો ચાર્જ આપવો જ પડશે.
ગ્રાહકો પર શું થશે અસર?
આ ચાર્જ જ્વેલર્સે જ ચૂકવવાનો હોય છે. ગ્રાહકો પર તેની સીધી કોઈ અસર થતી નથી. રૂ. 75 ની ફી જ્વેલર્સ દ્વારા હોલમાર્કિંગ સેન્ટર્સને આપવામાં આવશે. સરકારી નોટિફિકેશનમાં જણાવાયું છે કે ગ્રાહકો પાસેથી આ ચાર્જ સીધી રીતે વસૂલવો જોઈએ નહીં.
કેવી રીતે ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે ચાર્જ?
જ્વેલર્સ ઈચ્છે તો આ રૂ. 30 નો વધારાનો ખર્ચ પોતે વહન કરી શકે છે અથવા તેને દાગીનાના મેકિંગ ચાર્જ (ઘડામણ) અને ઓવરઓલ પ્રાઈસિંગમાં ઉમેરી શકે છે.
BIS ને કેટલી રકમ મળશે?
સરકારી નોટિફિકેશનમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે હોલમાર્કિંગ સેન્ટર્સ દ્વારા BIS ને સોનાના પ્રતિ આર્ટિકલ પર રૂ. 7.50 (ઓછામાં ઓછા રૂ. 20 પ્રતિ કન્સાઈનમેન્ટ) અને ચાંદી પર પ્રતિ આર્ટિકલ રૂ. 3.50 (ઓછામાં ઓછા રૂ. 15 પ્રતિ કન્સાઈનમેન્ટ) આપવાના રહેશે. ટેક્સ અલગથી લેવામાં આવશે.
આ દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી
કન્સાઈનમેન્ટની લઘુત્તમ ફી રૂ. 200 યથાવત રહેશે. એક કન્સાઈનમેન્ટ પર ઓછામાં ઓછા 200 રૂપિયા જ આપવાના રહેશે. બીજી તરફ, ચાંદીના નિયમોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાંદીની વસ્તુઓ માટે હોલમાર્કિંગ ફી રૂ. 35 પ્રતિ આર્ટિકલ પર સ્થિર રાખવામાં આવી છે અને તેના માટે કન્સાઈનમેન્ટ ચાર્જ 150 રૂપિયા છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.











