‘મધ્ય યુગની વાપસી…’ PM અને CMને દૂર કરવાના બિલ પર રાહુલ ગાંધીનું નિવેદન

નવી દિલ્હીઃ 20 ઓગસ્ટ, 2025: Rahul Gandhi in Parliament: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે (20 ઓગસ્ટ) લોકસભામાં રજૂ કરવામાં આવેલા ત્રણ બિલને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે, જો વડાપ્રધાન અથવા કોઈ રાજ્યના મુખ્યમંત્રી ગંભીર આરોપમાં સતત 30 વર્ષ સુધી જેલમાં રહે છે, તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. રાહુલ ગાંધીએ આ પગલાંને મધ્યકાલીન કાળમાં લઈ જનારો જણાવ્યું.
મધ્યકાળમાં પરત ફરી રહ્યા છીએ…: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે મધ્યકાળ તરફ પરત ફરી રહ્યા છીએ. જ્યારે રાજા પોતાની મરજીથી કોઈને પણ દૂર કરી શકતા હતા. જો રાજાને કોઈને ચહેરો પસંદ ન આવે તો ઈડી દ્વારા ધરપકડ કરાવીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતાને 30 દિવસમાં પદ પરથી દૂર કરીને દેવામાં આવશે.
Rahul Gandhi Ji on Constitution bill introduced by the BJP — we are moving into medieval time where kings used to remove anyone just bcz he didn’t like his face.
On VP — Why Ex VP is hiding? He has gone, VP can’t speak a word who used to burst in the Rajyasabha. pic.twitter.com/HYRJTJYi9t
— Shantanu (@shaandelhite) August 20, 2025
વિપક્ષનો ગૃહમાં હોબાળો
નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં બંધારણ (130મું સંશોધન) બિલ, કેન્દ્ર શાસિત પ્રદેશ શાસન (સંશોધન) બિલ અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ રજૂ કરવામાં આયા. સરકારના આ પગલાંનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો. વિપક્ષી પાર્ટીના સાંસદોએ બિલની નકલો ફાડી નાખી અને ગૃહમાં હોબાળો કર્યો હતો.’
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીની બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાતઃ હજારો કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદ્ઘાટન
આ પણ વાંચોઃ મુંબઈમાં ભારે વરસાદે મચાવ્યો કહેર, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા ‘પ્રતિક્ષા’માં પાણી ભરાયું












